દેવભૂમિ દ્વારકા જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભાણવડ ખાતે કરાશે ઉજવણી

આગામી તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની ઉજવણી ભાણવડમાં સિવિલ કોર્ટ સામેના ગ્રાઉન્ડ ખાતે આન, બાન અને શાન સાથે કરાશે. પ્રજાસત્તાક પર્વના સુચારૂ આયોજન અંગે ખંભાળિયામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે કાર્યક્રમને લગત પૂર્વતૈયારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃત્તિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં ધારાસભ્ય મુળુભાઈ બેરા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા સાથે સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ