રાજ્યમાં ઠંડીનો પારો ગગડતા જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાતિલ ઠંડીએ એક યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. વઢવાણ નજીક ચાલવા નીકળેલા એક યુવકને અચાનક હાર્ટ એટેક આવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ જાની નામનો યુવક વોકિંગ માટે નીકળ્યો હતો.સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નજીક પહોંચી ગયો હોવાથી વાતાવરણમાં ભારે ઠંડક હતી. આ કડકડતી ઠંડીની લપેટમાં આવી જવાથી યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આસપાસના લોકો એકઠા થાય તે પહેલા જ યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાની જાણ થતા જ વઢવાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વઢવાણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.વઢવાણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.વહેલી સવારે અને મોડી સાંજે ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત કાતિલ ઠંડીના કારણે હાર્ટ એટેક સહિતના દર્દીઓને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
સાયલા પાસે બે બસ પલ્ટી: 39ને ઇજા જામકંડોરણાની જાનના મહેમાનો ઘવાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરના અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે... -
અમરેલી જિલ્લાના 600થી વધારે રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ હડતાલમાં જોડાયા
બેંકનું કામકાજ તથા ક્લીયરિંગ ઠપ્પ થતાં ગ્રાહકો ભારે પરેશાન દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઑ પાંચ દિવસ બૈંકિંગની... -
સાવરકુંડલામાં પુરવઠા વિભાગે સસ્તા અનાજનું કૌભાંડ પકડી પાડયું રૂ.1.29 લાખનો મુદ્ામાલ જપ્ત
અમરેલી જિલ્લામાં ગરીબ લોકોને સરકાર દ્વારા વિનામૂલ્યે સસ્તા અનાજની દુકાનેથી આપવામાં આવતું અનાજ કેટલાંક શખ્સો દ્વારા...
