ગુજરાત રાજયમાં હાલ એસ.આઈ.આર.ની કામગીરી ચાલી રહેલ છે જે અન્વયે ઉના ગીરગઢડા તાલુકામાં પણ કામગીરી ચાલી રહી છે હાલ ચાલે છે ઉના તાલુકા તથા શહેરમાં એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન મુસ્લીમ મતદારો કે જે સને 2002 ની એસ. આઈ. આર. ની મતદાર યાદીમાં તેમના નામ છે તેવા મુસ્લીમ મતદારોના નામો યેનકેન પ્રકારે કમી કરવા ઉના શહેર તથા તાલુકામાં અભિયાન ચલાવવામાં આવી રહેલ છે. જેમાં જુઠી વ્યક્તિઓના નામો મતદારોના નામો કમી કરવા ફોર્મ નં. 7 ભરી રજુ કરવામાં આવી રહયા છે. ઉના તાલુકાના નાંદણ ગામનો એક મુસ્લીમ કુટુમ્બના સભ્યોનુ નામ તેમના જ એક કુટુમ્બના વ્યકિતના નામથી કમી કરવા કુલ-7 ફોર્મ ભરાયા છે. એ જ રીતે તે જ વ્યકિતના નામે સીલોજ ગામના મુસ્લીમ કુટુંબ નામ કમી કરવા કુલ-7 ફોર્મ ભરાયા છે તે ઉપરાંત દેલવાડા ગામમાં 100 થી વધુ ફોર્મ મુસ્લીમ મતદારોના નામ કમી કરવા રજુ થયા છે. આમ નાંદણતથાસીલોજ ગામે રજુ થયેલા ફોર્મ જે વ્યકિતના નામે ભરી રજુ કરવામાં આવ્યા છે તે વ્યકિત છેલ્લા છ-આઠ માસથી ભારત દેશ બહાર છે અર્થાત તેઓ શીપીંગ કંપનીમાં હોય ભારતમાં નથી તેમ છતાં તે વ્યકિતના નામે ખોટી સહીઓ કરી ફોર્મ રજુ થયા છે. આ રીતે મુસ્લીમ મતદારોના નામ કમી કરવાનુ એક મોટો કૌભાંડ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ છે. તે પાછળનુ મુખ્ય કારણ એ છે કે મુસ્લીમ મતદારોને વોટીંગ કરવાથી વંચીત રાખી તેમના મત આપવાના અધિકારો કાયદાકીય અને બંધારણીય હકકો છીનવી લેવા પ્રયત્ન થઈ રહ્યો છે
ઉના શહેરી વોર્ડમાં તથા ઉના શહેરના પ્રત્યેક વોર્ડમાં કે જયાં 2002 ની એસ.આઈ.આર. મુજબની મતદારોની મતદાર યાદીમાં રહેલ મુસ્લીમ મતદારોના નામો કમી કરવા અથવા તો રદ કરવા ભરવામાં આવેલ ફોર્મ નં.7 ની ખરાઈ કરવા તથા જે જે મુસ્લીમ મતદારોના નામો કમી કરવા ભરાયેલ ફોર્મની જાણ જે તે મતદારોને કરવા પ્રત્યેક ગામના તથા શહેરના વોર્ડના તમામ બી.એલ.ઓ.ને તે અંગે સુચનાઓ આપવા અને તેની યોગ્ય અને પુરતી ખરાઈ કરવા આદેશ કરવા. તેમજ મુસ્લીમ મતદારોના નામો કમી કરવા માટે ફોર્મ નં.7 ભરાયેલા હોય તે ફોર્મ કોની તરફથી રજુ થયા છે? તેમાં સહી ફોર્મ રજુ કરનારની છે કે કેમ? તેની પણ ખરાઈ કરવા અને તે દરમિયાન રજુ થયેલ ફોર્મમાં રજુ કરનાર વ્યકિતઓએ કોઈપણ વ્યકિતના નામે ખોટી સહીઓ કરી ફોર્મ રજુ કરેલ હોય તેવા કિસ્સામાં બનાવટી ફોર્મ (જુઠી સહી આધારે રજુ કરેલા ફોર્મ) જે લોકોએ રજુ કર્યા છે તેની વિરૂધ્ધ જે તે વોર્ડના બી.એલ.ઓ. મારફતે બી.એન.એસ.ની જોગવાઈઓ મુજબ ફરીયાદો કરવા અને એ રીતે તે ફોર્મ રજુકરનાર વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા માંગણી કરી સાચા મતદારો નો મત અધિકારી છીનવાય નહીં તેની તકેદારી રાખવા અને ભારત દેશની બહુમુલ્યવાન લોકશાહી પ્રણાલી સાથે કોઈ ચેડા કરી શકે નહિં કે ચેડા કરવાનો પ્રયત્ન કરી શકે નહિં. તે બાબતે યોગ્ય ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી.
