સેવા જ્યારે સંસ્કાર બને ત્યારે સમાજ ઇતિહાસ રચે: રબારી સમાજની માનવતા, એકતા અને દીર્ધદ્રષ્ટિનું બન્યું સ્મારક
સમાજ જ્યારે એક વિચાર, એક ભાવના અને એક દિશામાં આગળ વધે ત્યારે ઇતિહાસ સર્જાય છે. એવી જ એક ઐતિહાસિક અને હૃદયસ્પર્શી ક્ષણ પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ) ગામે રબારી સમાજે ગઈકાલે અનુભવી, જ્યાં રબારી સેવા સમિતિ ગોસા(ઘેડ) સંચાલિત અંદાજે 30 લાખના ખર્ચે તૈયાર થયેલા રબારી સમાજ નવનિર્મિત ભવનના લોકાર્પણ સાથે રબારી સમાજે સેવાના ક્ષેત્રે શુભારંભ કર્યો.સમારંભની શરૂઆત આ પ્રસંગે ઉપસ્થિત દીપ પ્રાગટ્ય સાથે ઉપસ્થિત મહેમાનોના પુષ્પગુચ્છથી સ્વાગત કરીને કરવામાં આવી હતી. રબારી સમાજના તરવૈયા યુવાન અને ધરમપુર ખાતે પશુ ચિકિત્સક તરીકે ફરજ બજાવતા ડો.કરણાભાઇ કોડિયાર દ્વારા કરાયેલું શબ્દસ્વાગત સમાજની લાગણી અને ભાવનાને પ્રતિબિંબિત કરી સૌના હૃદયને સ્પર્શી ગયું. પોરબંદર, રાણાવાવ,ગીર તાલાળા, ભાણવડ, બાંટવા, કુતિયાણા, કોલીખડા, રીણાવાડા, વનાણા સહિતથી પધારેલા મહેમાનોની હાજરીએ સમારંભને એક પરિવારિક મહોત્સવનું સ્વરૂપ આપ્યું.
ગોસા બ્રાહ્મણ શેરી અને રબારી કેડાની વચ્ચે નવ નિર્મિત રબારી ના લોકાર્પણના આ સમારંભમાં સમાજની એકતા, પરંપરા અને પરોપકાર જીવંત બની ઉઠ્યા. મુખ્ય મહેમાન રબારી સમાજના અણમોલ રત્ન, શિક્ષણપ્રેમી, દાનવીર દાતા કે જેઓએ સોરઠીયા રબારી સમાજના વનાણા શૈક્ષિણક ભવનના નવનિર્માણ ના કાર્ય માં બે કરોડ પચીસ લાખનું અનુદાન સમર્પિત પરેશભાઈ આલાભાઈ કોડિયાતર (ગીર તાલાળા) અને પોરબંદર જિલ્લા પંચાયત ના પ્રમુખ પરબતભાઇ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા કારોબારી અઘ્યક્ષ આવડાભાઇ ,પોરબંદર તાલુકા પંચાયત ના પુમુખ પ્રતિનિધિ હાથીભાઈ ખુંટી,જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા,રબારી સમાજના અગ્રણી આગેવાન ભીમાભાઇ દાનાભાઈ મકવાણા,રમેશભાઇ છેલાણા સહિત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આ રબારી સમાજના ભવન માત્ર ઈમારત નહીં, પરંતુ સંવેદનશીલ સમાજની જીવંત સેવા પ્રતિમા ગણાવી હતી.
