બગસરાના માવજીંજવા, બાબરાના ભીલા, અમરેલી,ખાંભા, જાફરાબાદ, રાજુલામાં મોબાઈલ પર છેતરપિંડી કરી લોકોને શીશામાં ઉતારી ઓનલાઈન બેંક ખાતા સાફ કરાતા ફરિયાદો
અમરેલી જિલ્લામાં જાણે સાયબર કરનારા શખ્સો માટે મોકલું મેદાન હોય તેમ જિલ્લાનાં અલગ ગામમાંથી અલગ અલગ દિવસે થયેલ સાયબર ફ્રોડની એક જ દિવસે રૂપિયા 17,56,804ની રકમની સાત સાત પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામેલ છે.
પ્રથમ બનાવમાં બગસરા તાલુકાના માવજીંજવાના વતની અને હાલ સુરત મોટા-વરાછા વૃંદાવન સોસાયટીમાં રહેતાં જયરાજભાઇ મધુભાઇ રાબડીયા નામનાં 35 વર્ષીય વેપારી યુવકના મોબાઇલ ફોન નંબર જીઓ સીમકાર્ડ કોઇ અજાણ્યા ઇસમે કોઇપણ રીતે બંધ કરી દઇ વેપારીના સીમકાર્ડ સાથે કનેક્ટેડ તેમનાં ઈંઉઇઈં એકાઉન્ટમાંથી તા.26/10/25 થી તા.27/10/225 સુધીમાં અલગ અલગ ટ્રાન્જેક્શન કરી કુલ રૂ.1,84,977 ઉપાડી લઇ વેપારી સાથે છેતરપીંડી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
બીજા બનાવમાં બાબરા તાલુકાના ભીલા ગામે રહેતાં રાજેશભાઇ પીઠાભાઇ ડેર નામનાં 36 વર્ષીય યુવકના સાથી કર્મચારીના ફોનમાં વોટ્સએપ એપ્લીકેશમાં “ય ઈવફહહફક્ષ.ફાસ નામની ખોટી એપ્લીકેશન મોકલી તેમનો મોબાઇલ ફોન હેક કરી લઈ આ યુવકના મોબાઇલ ફોનમાં વોટ્સએપમાં “ય ઈવફહહફક્ષ.ફાસ મોકલી યુવકનો પણ મોબાઇલ ફોન હેક કરી લઈ યુવકના ઇંઉઋઈ બેંકના ખાતામાંથી કુલ રૂપિયા 1,92,500 ની ઓનલાઇન ઠગાઇ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ત્રીજા બનાવમાં અમરેલીની અમૃતધારા સોસાયટી, ચક્કરગઢ રોડ ઉપર રહેતાં કાળુભાઇ નાથાભાઇ સાવલીયા નામનાં 46 વર્ષીય આધેડ વેપારીની જાણ બહાર કોઇ અજાણ્યા આરોપીએ આર.ટી.ઓ. અઙઊં ફાઇલ વેપારીના વોટસએપમા મોકલી મોબાઇલ ફોન હેક કરી વેપારીના ક્રેડીટ કાર્ડમાંથી લોન કરી તે લોનના રૂપિયા 3,20,521 ની રકમ તથા આ આધેડ વેપારીના બેન્ક ખાતામાંથી બચતના પેડલ રૂપિયા પૈકીના રૂા.1,00,000 તથા રૂા.98,750 તથા રૂા.1,00,000 તથા રૂા.66,162 મળી કુલ રૂા.3,64,912 ઓનલાઇન ઉપાડી લઇ આર.ટી.ઓ. અઙઊં ફાઇલ વેપારીના વોટસએપમા મોકલી મોબાઇલ ફોન હેક કરી ફરિયાદી સાથે ઠગાઇ કરવાના ઇરાદે ખોટી ઓળખ ઉભી કરી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ચોથા બનાવમાં ખાંભા લીંમડીપરામ વિસ્તારમાં રહેતાં વનરાજભાઇ બાલુભાઇ ભીલ નામનાં 47 વર્ષીય આધેડે કોઇપણ જાતનો ઓ.ટી.પી. કે કોઇપણ ટ્રાઝેકશન્સ કર્યા વગર તેમના એસ.બી.આઇ. બેન્ક એકાઉન્ટના મોબાઇલ ફોનના વ્હોટ્સએપ નંબરમાં કોઈ અજાણ્યા મોબાઇલ વાળાએ જઇઈં ઈછઊઉઈંઝ ઈઅછઉ અઙઊં નામની ફાઇલ મોકલતા આધેડે ભુલમાં ડાઉનલોડ થઇ ખોલાય જતા આ એપ્લીકેશન મારફ્તે આધેડના બેન્કની કોઇ ગોપનીય માહીતી મેળવી લઇ સૌરવ મોંડલ રહે. કલકાતા નામની વ્યકતીએ આધેડની જાણ બહાર ટેકનીકલક સોર્સ દ્રારા ઈંગઉઞજ ઈંગઉ ઇઅગઊં કઈંખઈંઝઊઉ જ 24- જઇંઈંઇઅગઈંઙઈંઝ ઇઅછઞઈંઙઞછ ઙઅછૠઅગઅજ શાખાના અઝખ ઈંઉ :-01490081 તથા ઈંગઉઞજ ઈંગઉ ઇઅગઊં કઈંખઈંઝઊઉ જ 24- ઙઅછૠઅગઅજઠઇ શાખાના અઝખ ઈંઉ :-ઈંગખઈ0313 થી આધેડના રૂ.1,15,142.72 આધેડના ખાંભા શાખાની એસ.બી.આઇ.બેન્કના ખાતામાંથી ઉપાડી લઇ આધેડ સાથે ઓનલાઇન છેતરપીંડી કરી એકબીજાને મદદગારી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
પાંચમાં બનાવમાં જાફરાબાદ ગામે મોટા ઉંચાણીયા હવેલીની બાજુમાં રહેતાં ચેતનભાઇ મુકુંદરાય પારેખ નામનાં 46 વર્ષીય વેપારીને ગત તા.3 ના રોજ અજાણ્યા મોબાઇલ નંબરમાંથી ફોન આવેલ અને વેપારીને ઇંઉઋઈ બેંકના મેનેજર તરીકેની ઓળખ આપી વેપારી સાથે વિશ્વાસઘાત કરી વેપારીને ઉપરોક્ત મોબાઇલમાંથી તેના વોટ્સએપ એપ્લીકેશન ઉપર લીંક મોકલીના ઇંઉઋઈ બેંકના ક્રેડીટ કાર્ડમાંથી બે અલગ-અલગ કુલ રૂપિયા 95,473 ના ટ્રાન્જેકશન કરી લઈ વેપારી સાથે છેતરપીંડી કરી ઓનલાઇન સાયબર ફ્રોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
છઠ્ઠા બનાવમાં રાજુલા ગામે પાણીની ટાંકી પાસે, અંબાજી મંદીરની બાજુમાં રહેતાં ગૌરવભાઇ ધીરૂભાઇ ટાંક નામનાં 22 વર્ષીય યુવક સાથે કોઈ જાનવી નામની મહીલાએ બે અલગ અલગ મોબાઇલ નંબર ઉપરથી સંપર્ક કરી અને આ યુવકને શેર ખરીદવાની ટીપ્સ આપી અને શેરમાં નફો કરાવી આપીશું તેવી રીતે વિશ્વાસમાં લઇ અને બાદ શેરના રોકાણમાં યુવકને નુકશાન જતા યુવકે નુકશાન રીકવર કરાવવા સારૂ અભિષેક શર્મા નામના વ્યકિતએ યુવકને ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનુ કહી ખઊઝઅ ઝછઅઉઊછ 5 નામની એપ્લીકેશનમાં ક્રીપ્ટો કરન્સીનુ એકાઉન્ટ બનાવી અને સફળહયતવફિૂંફિ નામના વ્યકિતનો ચછ કોડ મોકલી તેમાં યુવક પાસેથી ચીંટીંગના નાણા ગુગલ પે ઞઙઈં ઈંઉ દ્રારા રૂપિયા 3600 તથા રૂપિયા 2200 તથા રૂપિયા 1600 તથા રૂપિયા 6500 તથા બીજા એકાઉન્ટમાંથી રૂપિયા 20,000 તથા રૂપિયા 11,900 તથા રૂપિયા 30,000 વેપારી પાસેથી કટકે કટકે જુદી જુદી રકમના કુલ રૂપિયા 75,800 ટ્રાન્જેકશન કરાવી લઈ યુવક પાસેથી નાણા મેળવી છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
સાતમા બનાવમાં અમરેલીના માણેકપરામાં રહેતાં મિલનભાઇ રસીકભાઇ ગઢીયા નામનાં 40 વર્ષીય વેપારી યુવક તથા તેમના મિત્રના વોટ્સેપમાં કોઈ અજાણ્યા ઇસમે છઝઘ ઝફિરરશભ ઈવફહહફક્ષ 500(2).ફાસ ફાઇલ વાયરલ કરી તે વેપારીએ એપ્લીકેશન ડાઉનલોડ કરી ખોલતા તેમની પોતાની એક્ટીવા ગાડીના મેમાની વિગત તથા નેટ બેંકીંગની વિગત સબમીટ કરતા વેપારીના તથા વેપારીના પત્નિ તથા તેમના દિકરા-દિકરી ચારેયના અલગ-અલગ ઇંઉઋઈ બેંકના ખાતામાંથી આરોપીએ પોતાના ઞઈઘ ઇઅગઊં ના ખાતા નંબરમાં તથા જુદા-જુદા ઞઙઈંથી ફ્રોડના કુલ રૂપિયા 7,28,000 ઓળવી જઇ ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
