વાસ્તવિક ગુણમાં 2 ગુણથી લઈને 37 ગુણનો વધારો થયો હતો, 300થી વધુ પ્રશ્ર્નોના જવાબ ખોટા હતા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર સીસીઈ (ગ્રુપ-એ અને ગ્રુપ – બી) ની ભરતી પ્રક્રિયાનું આયોજન સીબીઆરટી પતિ ની જગ્યાએ એમસીક્યુ ઓએમઆર પદ્ધતિથી કરવા સરકારના ધ્યાન મુકવા માટે ઉપલેટાના મામલતદાર નિખિલ મહેતાને લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી આયોજનપત્રમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં સીસીઈ ની ભરતી પ્રક્રિયા સીબીઆરટી પતિ દ્વારા 71 શિફ્ટમાં લેવામાં આવેલ હતી જેમાં નોર્મલીજેસન ફોમ્ર્યુલા ના કારણે મોટાભાગના ઉમેદવારોના ગુણમાં વિસંગતતાઓ જોવા મળી હતી જેના કારણે ગુજરાતના અસંખ્ય મહેનતુ ઉમેદવારોને અન્યાય થયો હતો આથી નવી સીસીની ટૂંક સમયમાં પરીક્ષા લેવામાં આવનાર છે તે ઓએમઆર એમસીક્યુ પતિ દ્વારા ઓફલાઈન લેવાય તેવી ઉમેદવારો માંગણી કરી હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ઈઈઊ ગ્રુપ એ ગ્રુપ બી ની જાહેરાત વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલ છે જેમાં મુદ્દા નંબર 21 ની અંદર પરીક્ષા પદ્ધતિ આપેલ છે જેમાં તબક્કા એકની પ્રાથમિક પરીક્ષામાં સીબીઆરટી પતિ નો ઉલ્લેખ કરવામાં આવેલ છે જેના કારણે ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોમાં સખત અસંતોષ જોવા મળી રહ્યો છે આ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક પરીક્ષાની ભરતી પ્રક્રિયા ખાનગી એજન્સી દ્વારા કુલ 71 અલગ અલગ પેપર હતા પરંતુ તેમાં નોર્મલાઈઝેશન ફોમ્ર્યુલા ના કારણે અનેક ઉમેદવારો અને અન્યાય થયો હતો જેમાં ઉમેદવારોના વાસ્તવિક ગુણમાં 2 ગુણથી લઈને 37 ગુણનો વધારો થયો હતો આ ઉપરાંત 300 થી વધુ પ્રશ્નોના જવાબ ખોટા હતા આ વિવાદના કારણે ભરતી પ્રક્રિયા સામે હાઇકોર્ટમાં અનેક દાખલ કરવામાં આવી હતી તેની સામે સીસીઈ ની 2023 24 માં ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા તથા રેવન્યુ તલાટી 2025-26 સંવર્ગની પ્રાથમિક પરીક્ષા ઓફલાઈન એમ સી ક્યુ એમ આર પતિ દ્વારા લેવામાં આવી હતી ના કારણે આ ભરતી પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપથી તથા પારદર્શક રીતે પૂર્ણ થઈ શકી હતી આમ ભૂતકાળમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરાઈ શકે તેવી ભરતી પ્રક્રિયાઓમાં ભબિિં પરથી સદંતર નિષ્ફળ નિવૃત્તિ હતી અને એજન્સીની કામગીરી સામે પણ પ્રશ્ન ઉઠ્યા હતા. તેની સરખામણીમાં એમસીક્યુ ઓએમઆર પતિ ઝડપી અને પારદર્શક સાબિત થઈ છે આગામી સમયમાં લેવામાં આવનાર સીબીઆરટી પછી ની જગ્યાએ ળભિ ઓએમઆર પતિથી લેવામાં આવે તે માટે ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોનું માંગણી ઉઠી છે.
