દારૂ-બિયર અને ટ્રક મળી 1.74 કરોડનો મુદ્દામાલ જપ્ત કરતી એસએમસીની ટીમ : બુટલેગર સહિત ત્રણ વોન્ટેડ જાહેર
ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ એક મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. બરોડા- અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વિવેકાનંદ નગર નજીક આવેલા બીબીપુરા ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી રૂૂ.1.49 કરોડનો દારૂૂ અને બીયર ભરેલ ટ્રક ડપી પડ્યો હતો. અત્યાર સુધીનો સૌથી મોટો ગણી શકાય તેવો જથ્થો રાજકોટના બુટલેગરે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. ટાટા ટ્રક સહિત કુલ રૂૂપિયા 1,74,27,512નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર, એસએમસીના પીઆઈ વાય. જે. રાઠોડને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે, રાજસ્થાન પાસિંગનીએક ાટા ટ્રકમાં મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ છુપાવીને ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને આ ટ્રક એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થવાની છે. બાતમીના આધારે સજાગ બનેલી એસએમસીની ટીમે દસ્ક્રોઈ તાલુકાના બીબીપુરા ગામના પાટિયા પાસે હાઈવે પર વ્યૂહાત્મક નાકાબંધી ગોઠવી દીધી હતી. શંકાસ્પદ ટાટા ટ્રક નંબર આરજે- 27-જીએ-2427 ને અટકાવી ટ્રકની તલાશી લેતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકની અંદર ક્ધટેનરના ભાગમાં કૂશળતાપૂર્વક છુપાવેલા વિદેશી દારૂૂના નાના-મોટા કુલ 1,300 બોક્સ મળી આવ્યા હતા. પોલીસે જ્યારે આ તમામ બોક્સ ખોલીને ગણતરી કરી ત્યારે તેમાંથી વિદેશી દારૂૂ અને બીયરની કુલ 49,224 બોટલો મળી આવી હતી. દારૂૂ- બીયરના જથ્થાની કિંમત અંદાજે રૂૂ.1,49,22,312 આંકવામાં આવી છે. કુલ રૂૂ. 1,74,27,512નો મુદ્દમાલ કબજે કરવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી જ ટ્રક ચલાવી રહેલા ડ્રાઇવરની અટકાયત કરી લીધી હતી. પકડાયેલા આરોપી રાજસ્થાન જયપુરના દુદુ તાલુકાના મોરાદનો ઇકબાલખાન કયુમખાન ખાન હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી ડ્રાઇવરે કબૂલાત કરી છે કે તે માત્ર કમિશન પર આ દારૂૂનો જથ્થો નિયત સ્થળે પહોંચાડવા માટે નીકળ્યો હતો. જોકે, આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર અને દારૂૂનો સપ્લાયર સુરેન્દ્ર ગુર્જર હાલ પોલીસ પકડથી દૂર છે. આ ઉપરાંત જે ટ્રકમાં દારૂૂ લવાતો હતો તે ટાટા ટ્રક (નંબર આરજે 27-જીએ-2427)ના માલિક અને રાજકોટમાં આ દારૂૂ- બીયરનો કરોડોનો જથ્થો મેળવનાર બુટલેગર સહિત કુલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય અને એસએમસીની ટીમો આ વોન્ટેડ બુટલેગરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.આ હાઈવે રેડ સંદર્ભે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ અત્યંત કડક કાનૂની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમો સહિત ભારતના નવા ફોજદારી કાયદા ‘ભારતીય ન્યાય સંહિતા – 2023’ ની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રક પર ખોટા અથવા નકલી દસ્તાવેજો કે નંબર પ્લેટનો ઉપયોગ કરીને ચેકપોસ્ટ અને હાઈવે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાથી આ કેસમાં બીએનએસ ની બનાવટ ને લગતી ગંભીર કલમો જોડવામાં આવી છે.
