’જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો’ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમી અને કર્મભૂમી

વીરપુરધામમાં બાપાની 225મી જન્મ જયંતિ નિમિતે લાખો ભાવિકોએ બાપાના દર્શન કરી સદાવ્રતનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી
વહેલી સવારથી જ લાખો ભાવિકોની ભીડ ઉમટી…પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી…: જય જલીયાણના નાંદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું…

પૂજ્ય જલારામબાપાની 225મી જન્મ જયંતિ નિમિતે વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગામને ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુરવાસીઓએ ઘેર-ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, દિવડાઓ, લાઈટ ડેકોરેશન, આંગણાઓમાં જલારામબાપાના જીવનની ઝાંખી દર્શાવતી રંગબેરંગી રંગોળીઓ પુરવામા આવી હતી. વહેલી સવારે પૂજય બાપાના પરીવારજનો દ્વારા બાપાની સમાધીએ પૂજા અર્ચના કર્યા બાદ નીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકતા જન્મ જયંતિ નીમીતે આરતીનો લાભ લેવા ભાવિકોનું ઘોડાપુર મંદિર ખાતે ઉમટી પડયું હતું. ત્યાર બાદ પૂજય બાપાની 225મી જન્મ જ્યંતી હોય સેવાભાવી યુવાનો દ્વારા 225 કિલોની ગુંદી અને ગાંઠિયાના પેકેટ બનાવી ભવિકોને પ્રસાદરૂપે વિતરણ કર્યા હતા. સાથે જલારામબાપાની જન્મ જયંતિ હોય જલારામ ગ્રૂપ દ્વારા કેક કાપી મંદિરેથી શોભાયાત્રા કાઢવામા આવી જેમાં પૂજય બાપાના જીવનને ચરિતાર્થ કરતી વિવિધ ઝાંખીઓ સાથેની શોભાયાત્રા સમગ્ર ગામના રાજમાર્ગ પર ફરી હતી.
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામબાપાનું વિરપુર ધામ તેમાં કોઈ પણ જાતનું દાન કે ભેંટ પૂજા સ્વીકાર્યો વગર સદાવ્રત ચાલું હોવાને 25 વર્ષ થઈ ગયા છે. આજે પૂજય બાપાની જન્મ જયંતિ નિમિતે દેશ-વિદેશથી પધારેલા લાખો શ્રધ્ધાળુંઑએ પ્રસાદ લીધો હતો. અને હજુ પૂજ્ય જલારામબાપાના ભક્તોનો પ્રવાહ અવિરત પણે હજુ વીરપુર બાજુ આવી રહ્યો છે. ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડો સંત પૂજય જલારામબાપાની જન્મ જ્યંતીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ભક્તોએ 225 કિલો કેક કાપી મહાઆરતી ઉતારી
વિરપુરમાં ઠેરઠેર વીરપુરના સેવા ભાવિ યુવાનો દ્વારા કેક કાપી પૂજ્ય જલારામ બાપાની જયંતી સેલિબ્રેશન કરવામાં આવ્યું, જેમાં જુના બસ સ્ટેન્ડ ચોક ખાતે સેવાભાવી યુવાનો દ્વારા રાત્રે બાર વાગ્યે જલારામ બાપાની મહા આરતી ઉતારી કેક સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જયારે વિરપુરના જલારામ હાડવેર સોંપ પાસે પૂજ્ય જલારામ બાપાની 225 કિલોની વિશાળ કેક બનાવવામાં આવી હતી,જેમાં જલારામ બાપાની આરતી ઉતારીને 225 કિલોની કેક કાપી વીરપુરવાસીઓ અને આવેલ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવી હતી, આ પ્રસંગ નિમિતે બહોળી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા પહોંચ્યાં હતાં. દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન જોવા મળી હતી, પૂજ્ય જલાબાપાની 225મી જન્મ જયંતિ હોવાથી ક્રમવાઇજ 225 નંબર રાખી એક એક કિલોની કેક ના ટૂકડા રાખવામાં આવ્યા હતા સવારે આઠ વાગ્યે કેક કાપી જલારામ બાપાની આરતી ઉતારાય હતી ત્યારે જલારામ જયંતિ ને ભક્તોના અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

ગ્રામજનો દ્વારા આતશબાજી કરીને ઘેર ઘેર રંગોળીઓ કરી
દેશ વિદેશમાં ડંકો વગાડનાર પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225મી જન્મ જ્યંતીને લઈને યાત્રાધામ વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ વીરપુર વાસીઓએ ઘેર ઘેર આંગણે અવનવી રંગોળીઓ કરવામાં આવી છે જેમાં પૂજ્ય જલારામ બાપાના જીવન ચરિત્રની રંગોળી બનાવાય હતી અને પૂજ્ય બાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી હતી, સ્થાનીક મહિલાઓએ જણાવ્યું હતું કે દિવાળીમાં તો બધા રંગોળી કરતા જ હોય છે પરંતુ વીરપુરમાં તો જાણે આજે જ દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગારવામાં આવ્યું તેમજ ફૂલહાર આસોપાલવના તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે,વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને આતશબાજી કરીને પૂજ્ય જલારામ બાપાના જન્મદિનના વધામણાં કરવામાં આવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ