ઉનાના કાણક બરડા ગામે ખેડૂતોએ નુતનઆંબા કલમો વાવી!!

અધિકારીઓ સર્વે કરવા નહીં આવતા ખેડૂતો સહાયથી વંચિત બન્યા

ઉના તાલુકાના કાણકબરડા ગામના ખેડૂતોએ ચાલુ વર્ષમાં નુતન આંબાની કલમ વાવેલી અને ઓનલાઇન વિધિ સર ફોર્મ પણ ભરેલું અને ઓફલાઈન ફોર્મ બાગાયત અધિકારીની કચેરી સુધી પણ પહોંચાડેલું ફોર્મ પાસ થઈ ગયાં નાં મેસેજ પણ ખેડૂત ના મોબાઈલ માં આવી ગયાં છે પણ હાલ સુધી બાગાયત અધિકારી સર્વે કરવાના નહી આવતા ખેડૂતો સહાયથી વિંચીત રહ્યા હોવાના કારણે રોષ ફેલાયો છે જોકે કાણક બરડાના ખેડૂત 15 20 દિવસ પહેલા બાગાયત અધિકારીની ઓફિસે ગયેલા ત્યા થી જવાબ મળ્યો હતો કે બે ત્રણ દિવસમાં સર્વે કરવા માટે આવી જશે અને પછી તમારા ખાતામાં પૈસા આવી જશે પણ કોઈ અધિકારી ખેતર સુધી સર્વે કરવા પહોંચ્યા ન હોવાના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો જોકે બાગાયત અધિકારી ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ મીટીંગ કે સલાહ સુચન દેવા માટે નીકળતા ન હોવાની રાવ ઊઠી હતી જેમાં સુલતાનપુરના સરપંચ નીતિનભાઈ સાથે ટેલિફોન વાતચીત કરતા તેઓએ જણાવેલું કે અમારા ગામમાં 10 થી 12 ટકા લોકો બાગાયત ખેતી કરે છે પણ બાગાયત અધિકારી અમારા ગામ સુધી આવ્યા નથી અને ફોનમાં પણ સરખો જવાબ દેતા નહીં હોવાનું જણાવ્યું હતું જ્યારે
રામેશ્વર ગામના સરપંચ રમેશભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે અમારા ગામમાં પણ 15 થી 20 ટકા લોકો બાગાયત ખેતી કરે છે હું જ્યારથી સરપંચ છું ત્યારથી બાગાયત અધિકારી અમારા ગામ સુધી આવ્યા નથી મને નામ પણ ખબર નથી ટેલીફોનિક વાતચીત પણ કોઈ દીવસ કરવામાં આવી નથી સામતેર ગામના સરપંચ લખનભાઈ નો સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે અમારા ગામમાં પણ 20 થી 25 ટકા લોકો બાગાયત ખેતી કરે છે પણ હાલમાં અમારા ગામમાં કોઈ મીટીંગ કે કોઈ વિઝિટ માટે બાગાયત અધિકારી આવેલા નથી અમારા સાથે ટેલીફોનિક સંપર્ક થયો નથી કે હું ઓળખતો પણ નથી તેને જાણતાં પણ નથી
કાણક બરડા ગામના સરપંચ પ્રતિનિધિ પાંચાભાઇ નો સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે અમારા ગામમા 40ટકા લોકો બાગાયત ખેતી આધારિત છે ખેડૂતોએ નૂતન કલમો વાવેલી છે તેનું સર્વે કરવા હજી સુધી કોઈ અધિકારી પહોંચ્યા નથી અને વિઝીટ માં તો કોઈ દી આવ્યા જ નથી અને બાગાયતી સહાય અંગે કોઈ દીવસ ખેડૂતોને જાણ પણ કરતાં નથીપસવાળાના સરપંચ ભીમભાઇનો સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે અમારા ગામમાંથી 35 ટકા બાગાયત આધારિત ખેતી કરે છે પાતાપુર ગામના એક ખેડૂત આગેવાન પ્રવીણભાઈ વાલજીભાઈ ચોડવડીયા નો સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે મેં ખુદે નાળિયેરીનું વાવેતર કરેલું છે અને ફોર્મ પણ ભરેલુ છે હજી સુધી બાગાયત અધિકારી મારી વાડી સુધી સર્વે કરવા આવ્યા નથી ઉંટવાળા ગામના સરપંચ જોરુભાઈ નો સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે હું બાગાયતી અધિકારી વિશે જાણતો નથી ગ્રામજનો અથવા ખેડૂત મને જાણ કરે છે
સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર બાગાયત અધિકારી કોઈ મોટી વગ ધરાવતા હોવાના કારણે તેની ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને ફોનમાં પણ સરખા જવાબ દેતા નથી બાગાયત ખેડૂતોને બાગાયત વિશે કોઈ જાતની માહિતી પણ અત્યાર સુધીમાં આપવામાં આવી નથી એનેક ગામના ખેડૂતો ઓફિસે.ધકકા ખાતાં હોવાં છતાં કોઈ સંતોષ પુર્વક સાંભળતા નહીં હોવાથી ખેડૂતો સરકાર ની સહાયથી વંચિત રહી જાય કચેરી પણ વરસાદની સિઝન બંધ રહેતી હોવાનું જણાવી સર્વે કરવાં અધિકારી વાડીએ આવશે તેવાં કારણ બતાવેછે પરંતુ અધિકારી કે કોઈ કર્મચારી ખેડૂતો ની વાડી સુધી પહોંચતા નહીં હોવાનાં કારણે ખેડૂતો પરેશાની વેઠી રહ્યા છે ખેડૂતો તો ચોમાસાના ચાર મહિના સુધી કેસરના કલમો રોપા નું વિતરણ થાય ક્યારે નાળિયેરીના રોપવાનું વિતરણ થાય ક્યારે ચીકુ રોપા નું વિતરણ કરવામાં આવે છે તેની કોઈ જાતની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવતી નહી હોવાનાં કારણે ખેડૂતોમાં નારાજગી સાથે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે

રિલેટેડ ન્યૂઝ