બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ
અમરેલી જિલ્લામાં સિંહ દીપડાના જેવા વન્ય પશુઓ માનવીઓ ઉપર હુમલો કરી ગંભીર ઈજા અથવા તો શિકાર કરતાં હોવાના અનેક બનાવો બંને છે ત્યારે હવે શ્વાન દ્વારા પણ હુમલા કરવાના બનાવો બનતા ખેડૂતો અને ખેત મજૂરોમાં ભય ફેલાયો છે. સાવરકુંડલા તાલુકાના વણોટ ગામની સીમમાં ખેત મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં એક પરિવારની 7 વર્ષની બાળકી ઉપર શ્વાને હુમલો કરી દઈ ગંભીર ઇજાઓ કરતાં ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે અત્રેના સરકારી દવાખાને ખસેડાઈ છે.આ બનાવમાં મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના વણોટ ગામની સીમમાં ખેત મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં પોપટભાઈ ગુજરીયાની 7 વર્ષની દીકરી ઉર્વિશા પોપટભાઈ ગુજરીયા નામની બાળકી ઉપર આજે વણોટ ગામે અચાનક જ શ્વાને હુમલો કરી દઈ તેણીને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરતાં ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે અત્રેના સરકારી દવાખાને ખસેડાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ચારેક દિવસ પહેલા પંક બગસરા પંથકમાં એક ખેતી કામ કરતાં ખેડૂત ઉપર સ્વાને હુમલો કરી ગંભીર ઇજાઓ કરતાં તેમને પણ સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં. આમ હવે શ્વાનના હુમલાના બનાવોમાં વધારો થતાં ખેડૂતો અને ખેત મજૂરોમાં ફેલાયો ભય ફેલાયો છે.