ચોટીલાના જાનીવડલાના ખેતરમાંથી ગાંજાના 30 છોડ સાથે એક ઝડપાયો

ચોટીલા પંથકમાં ગાંજાની ખેતીનો સીલસીલો યથાવત;બાતમીના આધારે દરોડો પાડતા ગાંજાનો પાક જોઇ પોલીસ પણ ચોકી ગઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારનાં કેફી પદાર્થો વડે નશાખોરી કરનારા પણ વધતા જાય છે જેઓને નસીલા પદાર્થ ની ખાનગીમાં ખેતી પણ થાય છે, જિલ્લા એસઓજી ની ટીમે ચોટીલાનાં જાનીવડલા ગામની સીમમાં બાતમીના આધારે ગાંજા નો ઉભો પાક સાથે એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા તાલુકામાં ભૌગોલિક રીતે કેટલાક વિસ્તારોમાં નશાકારક ગાંજા ની ખેતી અન્ય ખેતી પાક ની આડમાં કરવામાં આવતી હોય છે અગાઉ પણ અનેક સીમ વિસ્તારમાંથી ગાંજા ની ખેતી ઝડપાયેલ છે જેથી જિલ્લા ની બ્રાન્ચો સતત ખાનગી રાહે સતત વોચ રાખેલ
એસઓજીના પીઆઇ બી. એચ. સિંગરખીયાને ખાનગી રાહે બાતમી મળેલ જાનીવડલા ગામનાં સીમ વિસ્તારમાં ખીમાભાઇ સામતભાઈ રબારીનું વર્ષો થી ભાગીયુ વાવતા રાજપરા ગામના રોજાસરા ગોવિંદભાઈ કુકાભાઇ એ ખેતરમાં કપાસ તુવેરનાં ઉભા પાકની આડાશમાં વચ્ચે વચ્ચે ગાંજાનું વાવેતર કરેલ છે.હકિકતનાં આધારે સ્ટાફ સાથે દરોડો પાડી ખેતરમાં તલાસી લેતા ખેતરની બંન્ને તરફ નાના મોટા 30 જેટલા લીલા ગાંજાનાં છોડ મળી આવતા ધોરણસરની કામગીરી હાથ ધરેલ હતી કલાકો ની જહેમત બાદ આશરે 36. 300 કિ . ગ્રા લીલા ગાંજાનાં રૂ. 3.63 લાખ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીને અટક કરેલ હતી. ઝડપાયેલ આરોપીની વધુ પુછતાછ કરતા આ છોડ નું બિયારણ અજાણ્યા સાધુ મારાજ પાસે થી લીધુ હોવાની વિગત જાણવા મળે છેચોટીલા પોલીસમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી તપાસ નાની મોલડીનાં પીઆઇ એન. એસ. પરમાર ને સોંપવામાં આવેલ છે.
ઠાલીયાનાં પરવાના બંધ થતા લોકો અન્ય નશા તરફ વળ્યાનું અનુમાન
ચોટીલા પંથકમાં અનેક લોકો નશાની લત ધરાવે છે ખાસ કરીને ઠાલીયા (કાલા) ના વ્યસનીઓને પરવાન ઇશ્યુ થતા જેઓ આ નશીલા પદાર્થનું વેચાણ લાયસન્સ ધરાવનાર ની દુકાને માસિક નિયત કરેલ જથ્થો વેચાતો લેતા હતા પરંતુ સરકારે આ પરવાના પ્રથા રદ કરતા વ્યસની લોકો અન્ય નશીલા પદાર્થ તરફ વળતા ગેરકાયદેસર એવા ગાંજા નું વાવેતર ખાનગીમાં વધતું હોય તેવું અનુમાન સેવાય છે!
ચોટીલા પંથકમાં ગાંજાના વાવેતર પાછળ કોઇ ચોક્કસ લોકો નો હાથ ખરો!
ચોટીલા પંથકમાં અનેક ડુંગરાળ અને નાની મોટી ટેકરીઓ અને મોટો સીમ વિસ્તાર આવેલ છે. છેલ્લા ઘણા સમય થી અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસના હાથે ગાંજાના વાવેતર ઝડપાયેલ છે. અભણ અને કાયદાથી અજાણ ખેડૂતો પાસે કોઇ ચોક્કસ લોકો આવા નશીલા પદાર્થ ની ખેતી કરાવે છે કે કેમ? તેવી આશંકા સાથે ભૂતકાળનાં આવા પ્રકારનાં ગુનાને નજરમાં રાખી ખાનગી રાહે તપાસ ચાલતી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે. ગાંજા ની ઝડપેલ જથ્થા સાથે ઝડપાયેલ આરોપી અને જઘૠ ટીમની તસવીર.

રિલેટેડ ન્યૂઝ