વડિયા પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર બગડી જતા કામગીરી ટલ્લે ચડી: ગ્રાહકો હેરાન પરેશાન

બે કોમ્પ્યુટર બગડી જતા ફરી જુના કામ ચલાઉ ધાબડી દેવાતા વડિયાની પોસ્ટ ઓફીસ સાથે સાવકી માં જેવો વ્યવહાર

ભારતીય પોસ્ટ એ ભારત સરકાર નુ જાહેર સાહસ છે તેથી આ તમામ કામગીરી કેન્દ્ર સરકાર ની હોવાથી સાંસદ ના શિરે આવે છે. અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં કુલ ત્રણ કમ્પ્યુટર પોસ્ટ કામ માટે અને એક કમ્પ્યુટર આધારકાર્ડ ના કામ માટે કાર્યરત છે. તેમાંથી પોસ્ટ કામગીરી માટે રખાયેલા બે કમ્પ્યુટર ની સ્ક્રીન બગડી જતા તે શોભાના ગાંઠિયા સમાન બન્યા હતા.
આ એક કમ્પ્યુટર થી કામગીરી ના થતા આધારકાર્ડની કામગીરી ઠપ્પ કરી ને તેના કમ્પ્યુટર ને પણ આ કામગીરીમાં રોકવું પડ્યું હતુ. તેને કારણે લોકોને લાઈનો માં ઉભવા મજબુર બનવું પડી રહ્યું હતુ.. ત્યારે આ બાબતે વડિયા પોસ્ટ ઓફિસના અધિકારીની સંપર્ક કરતા તેમને જણાવ્યું હતુ કે અમારા બે કમ્પ્યુટર ની સ્ક્રીન ખરાબ થઇ ગઈ હતી હાલ ઉપર સ્ટોક ના હોવાથી રીપેરીંગ કરેલા બે કમ્પ્યુટર આવ્યા છે જેમા એક ની સ્ક્રીન ખરાબ જેવી જ છે.
જીલ્લામાં પોસ્ટ વિભાગ પાસે નવા કમ્પ્યુટરનો સ્ટોક ના હોવાના કારણે હાલ કમ્પ્યુટર મળી શકે તેમ નથી તેથી અનેક મુશ્કેલિઓ સામે આવતી જોવા મળી રહી છે જેમા એક કમ્પ્યુટર માં ડેટા એન્ટ્રી કરી બીજા કમ્પ્યુટર માં પ્રિન્ટ કાઢવા જવુ પડે છે લોકોના કામ માટે વધુ સમય લાગી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લા ના પોસ્ટ વિભાગ માં તાલુકાની પોસ્ટ ઓફિસો માં ખરાબ થયેલા કમ્પ્યુટર ની ફાળવણી કરવા અને જરુરી સમગ્રી નો જથ્થો ઉપલબ્ધ કરાવવો જરૂરી બંને છે. તાલુકા લેવલ ની પોસ્ટ ઓફિસમાં પૂરતા કર્મચારીઓ ના હોવાને કારણે અન્ય કર્મચારીઓ પર કામનું ભારણ વધે છે અને સમયસર કામગીરી થતી નથી ત્યારે અમરેલી ની હેડ પોસ્ટ ઓફિસમાં ટેબલે ટેબલે કર્મચારીઓ છે જેથી ઘણા સમયથી બદલીઓ થતી નથી તો આવા આ કર્મચારી ઓને કોણ બદલીઓથી બચાવે છે તે જાણવું જરૂરી બંને છે સાથે ગામડાની પોસ્ટ ઓફિસોમાં પૂરતો સ્ટાફ મળતો નથી અને જે સ્ટાફ છે તે જિલ્લા મથકે જલસા કરે છે તયારે પૂરતા કર્મચારીની ફાળવણી થાય સમયાંતરે કર્મચારી ઓની બદલીઓ થાય અને પૂરતી સાધન સમગ્રી ઓફિસને મળે તે ખુબ જરૂરી છે. ત્યારે વડિયા પોસ્ટ ઓફિસ તો જાણે તે પોસ્ટ વિભાગ ની સાવકી માઁ નો દીકરો હોય તેમ કમ્પ્યુટર બગડે તો જૂના કાઢી નાખેલા કમ્પ્યુટર રીપેરીંગ કરાવી આપી દે છે કે ચલાવો આમા તમારું ગાડુ તો પોસ્ટ વિભાગ ને નવી સાધન સમગ્રી મળે તે પણ જરૂરી છે.આ સંપૂર્ણ જવાબદારી સાંસદ ભરત સુતરીયા ના કાર્યક્ષેત્ર માં આવતા કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ ની હોવાથી સમગ્ર જિલ્લા માં ઘટતી સમગ્રી બાબતે તપાસ કરાવી, પેધી ગયેલા કર્મચારીઓ કે જે જિલ્લા મથકે જલસા કરે છે તેની યાદી તૈયાર કરાવી તેની બદલીના હુકમો ગામડાઓમાં થાય ને ગામડાની પોસ્ટ નુ તંત્ર પાટે ચડે સાથે ઘટતી સાધન સમગ્રી વહેલી તકે મળે તેવુ વ્યવસ્થા કરાવવામાં આવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.

રિલેટેડ ન્યૂઝ