જસદણના જુના પીપળીયા ગામની શાળાના શિક્ષક આશિષભાઇ રામાણીનું સન્માન

શાળા માટે શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ રાજય સરકાર દ્વારા એવોર્ડ એનાયત

જસદણ તાલુકાની જુના પીપળીયા સરકારી શાળાના શિક્ષક આશિષભાઈ રામાણીનું શિક્ષણ મંત્રીના હસ્તે સન્માન થયું હતું. ગુજરાતના શિક્ષણ જગતમાં પોતાની અનન્ય કાર્યનિષ્ઠા અને પૂર્ણ પ્રતિબદ્ધતા થકી વિવિધ કક્ષાએ સંનિષ્ઠ કામગીરી કરી વિરલ સિદ્ધિ હાંસલ કરનાર તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુરુજનોના સંકલન અને સંવાદિતા માટે ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન સમર્પિત છે. તેની વાર્ષિક સાધારણ સભા અને શૈક્ષણિક અધિવેશન શિક્ષણના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આનંદ નિકેતન-સુઘડ-ગાંધીનગર ખાતે યોજાયુ હતું. જેમાં આશિષભાઈ વિઠ્ઠલભાઈ રામાણી કે જેઓ ગુજરાતનાં રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાની જુનાપીપળીયા તાલુકા શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેમને રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તથા પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.આ ઉપરાંત મતી રીટાબેન પટેલ-ધારાસભ્ય ગાંધીનગર, ડો. ટી.એસ.જોષી-વાઈસ ચાન્સેલર-ચિલ્ડ્રન યુનિવર્સિટી- ગાંધીનગર, વિવેક પટેલ-મેનેજિંગ ટ્રસ્ટી-આનંદ નિકેતન-સુઘડ, ડો.ભગવાનભાઈ પ્રજાપતિ-જિલ્લા શિક્ષણાધિકારી- ગાંધીનગર,તેમજ શિક્ષણવિદ અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમમાં વર્ષ 2024ના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પારિતોષિક મેળવેલ શિક્ષકોનું સન્માન અને ગુજરાત રાજ્યની એસ.ટી.બસોમાં નિ:શુલ્ક મુસાફરીના સ્માર્ટકાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આશિષભાઈ દ્વારા શાળામાં વિવિધ ક્ષેત્રમાં જેમકે, રમત-ગમત, યોગ, ચિત્ર, સંગીત, વેશભૂષા, અભિનય, એન્કરીંગ, વેસ્ટ માંથી બેસ્ટ, ફિલાટેલી, પક્ષી દર્શન, સંશોધન, ઈનોવેશન, ખેતી વગેરેમાં રસપૂર્વક પોતે પણ અને વિદ્યાર્થીઓએ પણ નેશનલ અને રાજ્ય કક્ષા સુધી અનેક સિદ્ધિ હાંસલ કરેલ છે.બાળકમાં માત્ર ચાર દિવાલો વચ્ચેના શિક્ષણ કરતાં આગળ વધી તેનામાં જીજ્ઞાસા, અવલોકન, તર્ક, ચપળતા, નીડરતા, સાહસ,સંશોધન, રજૂઆત, વર્ગીકરણ જેવા ગુણો અને કૌશલ્યોનો વિકાસ થાય તે માટે અનુભવ જન્ય શિક્ષણ આપવા વિવિધ પદ્ધતિઓ જેવી કે આઇસીટી ટેકનોલોજી, એઆઇ પાઠ નિદર્શન વિડીયો,પ્રત્યક્ષ મુલાકાત દ્વારા,રમતા-રમતા,રમકડાં દ્વારા,કલા સંકલિત શિક્ષણ,વિશેષ પ્રોગામ દ્વારા, પ્રકૃતિ અનુભુતિ શિબિર, પ્રોજેક્ટ, પ્રવાસ-પિકનિક દ્વારા,નાટક દ્વારા શિક્ષણ કાર્ય કરાવી રહ્યાં છે.જે માટે રમકડાંનું નિર્માણ પણ કરેલું તે ટોયફેરમાં નેશનલ કક્ષાએ સ્થાન પામ્યું હતું. જેઓને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક,શિક્ષક રત્ન ઍવોર્ડ,’વિદ્યાવાહક’સન્માન,નેશનલ ઍજ્યુકેશન ઈનોવેશન ઍવોર્ડ,કલા રત્ન ઍવોર્ડ,ડો.રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન પુરસ્કાર,ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન,પર્યાવરણ સંરક્ષક ઍવોર્ડ,પર્યાવરણ મિત્ર ઍવોર્ડ વગેરે જેવા 30 જેટલા સન્માન પ્રાપ્ત થયેલ છે. હાલ પણ યુટ્યુબ ચેનલ,વોટ્સઅપ ગૃપ,ઍડ્યુટર ઍપથી પરોક્ષ રીતે તથા શાળા સંગ્રહાલય પ્રદર્શન, ઑનલાઇન-વેબીનાર મારફત, ૠઈઊછઝ અને ઉઈંઊઝ દ્વારા તાલિમ મેળવી એમ.ટી. ટ્રેનર તરીકે પર્યાવરણ, ઈહશળફયિં ઈવફક્ષલય, ઇકોકલબ વગેરે વિષયમાં અન્ય શિક્ષકો,વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ રીતે માર્ગદર્શન આપી રહ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ