સીટ દ્વારા આ બનાવમાં વધુ એક શખ્સની ધરપકડ કરાઈ
ભાવનગર જિલ્લાના બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ‘નવનીતભાઈને ન્યાય આપો’ના નારા સાથે કોળી સમાજના બે યુવકે બગદાણા ધામની બહાર જાહેરમાં બોટલમાંથી જ્વલનશીલ પદાર્થ કાઢી આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે ચારેય યુવાનોની અટકાયત કરી હતી. યુવકનો આત્મવિલોપન કરવાની કોશિશ કરતો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. દરમિયાન આ બનાવ ની તપાસ કરતી સીટ એ વધુ એક શખ્સ ની ધરપકડ કરી છે
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના બગદાણા ના કોળી યુવાન નવનીતભાઈ ઉપર થયેલ હુમલાના ચકચારી બનાવો અંગે આજે બગદાણા ખાતે ચાર યુવાનોએ આત્ વિલોપન નો પ્રયાસ કર્યો હતો.જોકે
યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ પોલીસે દબોચી લીધા આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, બગદાણા વિવાદમાં લાંબા સમયથી ન્યાયની માગ કરી રહેલા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ બે યુવાનો એકઠા થયા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ યુવાનો પોતાની સાથે જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ તેમને દબોચી લીધા હતાં. પોલીસે યુવકોની અટકાયત કરી છે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને તાત્કાલિક કોઈ ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે કોળી સમાજના આગેવાન અને એડવોકેટ કિશન મેરે જણાવ્યું કે, આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યુવાનો નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. કેટલાક આગેવાનોની પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે ધરપકડ કરવામાં આવી તો અમુક લોકોની આગલા દિવસે ધરપકડ કરવામાં આવી. ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે, તમે આટલી મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, તો આ કેસમાં સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા?આમ બગદાણા નો બનાવ વધુ ઉગ્ર બન્યો છે.
જઈંઝએ એક શખ્સ ની કરી અટકાયત
બગદાણા સેવક નવનીતભાઈ બાલધીયા ઉપર થયેલા હુમલામાં વિવાદ ચાલી રહ્યો છે. અને કોળી સમાજ દ્વારા નવિનતભાઈના નિવેદન મુજબ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ સામે કાવતરું ઘડ્યું હોવાનું નિવેદન આપ્યું હોવા છતાં તેનું નામ ફરિયાદમાં સામેલ નહિ કરાવતા પોલીસ સામે રોષ ફેલાયેલ અને કોળી સમાજ દ્વારા રેલી અને આવેદન સહીત આપવામાં આવતા અને આ મામલે રાજકીય સ્વરૂપ આવતા અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થતા પોલીસ દ્વારા તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવેલ. જેમાં એસઆઈટી દ્વારા આજે એક શખ્સ પાદરી ભમર ગામ ના કાના ભીખા કામળિયા ની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવા સાથે મેડિકલ ચેક અપ માટે હોસ્પિટલ લઇ જવાયો હતો.જોકે આ બાબતે પોલીસે કોઈ વિગતો મીડિયાને આપી નથી.
