12000થી વધારે લોકો શોભાયાત્રા, સભામાં જોડાયા
ગોંડલના મોવિયા ગામે ગુજરાત ગોંડલ ટીમ દીપકભાઈ ગોવાણી, વિજયભાઈ જાદવ રસીકભાઈ મેર, કુરજીભાઈ વાવડીયા સહિતની સમગ્ર ટીમ દ્વારા મકરસંક્રાંતિના દિવસે માંધાતા દેવનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે સમસ્ત કોળી સમાજે ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરી હતી ગોંડલ ગુજરાત ટીમ દિપકભાઈ ગોવાણી અને વિજયભાઈ જાદવ સમગ્ર ટીમ દ્વારા આયોજક માંધાતા પ્રાગટ્ય ઉત્સવ મોવિયા ગામે ભવ્ય રેલી નું આયોજન કરેલ હતું. રેલીમાં 10000 થી 12000 સંખ્યામાં કોળી સમાજ ઉપસ્થિત રહ્યો હતો તેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યકક્ષા મંત્રીશ્રી પરસોતમભાઈ સોલંકીના પ્રતિનિધિ દિવ્યેશભાઈ સોલંકી ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ગોંડલ ના ધારાસભ્યનાં પ્રતિનિધિ ગણેશભાઈ, સોમનાથ વેરાવળ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તથા સાળંગપુર જગ્યા સંતશ્રી આર્યન ભગત ગોંડલ નાગરિક બેંક પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપડીયા ગોંડલ ભાજપ શહેર પ્રમુખ સમીરભાઈ કોટડીયા વગેરે બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જય કોળી સમાજ જય માંધાતા જય વેલનાથ બાપુ ના સુશોભિત રથ સાથે શોભાયાત્રા ગામના રાજમાર્ગો ઉપર ફરી હતી જે મોવિયા ગ્રામ પંચાયત પાસે રામજી મંદિર સદાવ્રત ખાતે પૂર્ણાહુતિ થઇ હતી. સમગ્ર રેલી તેમજ પ્રસાદની વ્યવસ્થા કુલદીપ મેર બાવકુભાઈ મેર કિશન જાદવ અરવિંદભાઈ ગોહેલ વિજય મેરે જાળવી હતી જ્યારે રેલીને સફળ બનાવવા જયેશ મેર સાગર મકવાણા કમલેશ જાદવ પારસ જાદવ મનિષ વાવડીયા સમીર વાવડીયા પરેશ ચૌહાણ સહિતના મોવિયા કોળી સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
