આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વ સાથે રાજધાની દિલ્લીમાં રામકથા ’માનસ સનાતન ધર્મ’
આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વ સાથે રાજધાની દિલ્લીમાં ભારત મંડપમ્ ક્ષેત્રમાં રામકથા ’માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન મૂલ્યો માટે ચર્ચા સંવાદની આવશ્યકતા જણાવતાં ક્થા પ્રસંગોનું નિરૂપણ કર્યું છે. અહિંસા વિશ્વ ભારતી સંસ્થાના આયોજન સાથે દિલ્લીમાં ભારત મંડપમ્ ક્ષેત્રમાં શનિવારથી પ્રારંભાયેલ રામકથા ’માનસ સનાતન ધર્મ’ બીજા દિવસના ગાનમાં વિવિધ વંદના પ્રસ્તુત કરી. આ કથામૃત પીરસતાં શ્રી મોરારિબાપુ ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન મૂલ્યો માટે ચર્ચા સંવાદની આવશ્યકતા જણાવતાં ક્થા પ્રસંગોનું નિરૂપણ કર્યું છે. તેમણે ધર્મમાં સંકીર્ણતા તથા કુપમંડુપતા સામે હળવો બળાપો કાઢ્યો, તેઓએ ઉમેર્યું કે શાસ્ત્રોમાં થઈ રહેલી ભેળસેળ સામે માનસની મશાલ લઈને તેઓ નીકળેલ છે. મોરારિબાપુએ કથા ગાન કરતાં કહ્યું કે, સત્ય એ રામનો પ્રભાવ, પ્રેમ એ રામનો સ્વભાવ અને કરુણા એ રામનો પ્રવાહ છે. આમ, સત્ય, પ્રેમ અને કરુણા આ ત્રણેય તત્ત્વો રામચરિત માનસના સાર રૂપ અને સનાતન પ્રસ્થાનત્રયી રૂપ ગણાવેલ. મહાત્મા ગાંધીના ઉલ્લેખ સાથે સત્યનો મહિમા વર્ણવી ક્થા એ સાધન નહી પરંતુ સાધ્ય બને તે માટે શ્રી લોકેશ મુનિના નેતૃત્વમાં વિશ્વ શાંતિ કેન્દ્રના આ રામકથા ઉપક્રમ માટે રાજીપો વ્યક્ત કર્યો.રાજધાની દિલ્હીમાં શનિવારે પ્રારંભ થયેલ રામકથામાં ઉપરાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન, કથા આયોજનમાં અધ્યક્ષપદ સંભાળનાર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી લોકેશ મુનિ એ પ્રવચન આપ્યું હતું. આજે ઓશો પરિવારના પૂર્વાશ્રમના ભાઈ સ્વામી શૈલેન્દ્રજીએ પ્રાસંગિક વાત કરી કહ્યું કે, સાંપ્રત સમયમાં મોરારિબાપુ દ્વારા અધ્યાત્મની તરસ ઉભી કરી રહી છે, જેની પ્રસન્નતા છે. તેઓએ રામ અને ૐ ધ્વનિનો ઉલ્લેખ કરી સાકર અને નિરાકાર રામ વિશે પણ વાત કરી.રામકથામાં દિલ્લી વિધાનસભા અધ્યક્ષ વીરેન્દ્ર ગુપ્તાએ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ હેતુ વિશ્વ શાંતિ માટે મોરારિબાપુ દ્વારા રામકથા ગાન સદીઓ સુધી યાદ રહેશે. દિલ્લીની કથાનો સનાતન ધર્મનો સંદેશો વૈશ્વિક મંચ સુધી જશે તેમ ઉમેર્યું. આચાર્ય લોકેશ મુનિએ જૈન રામાયણ ઉલ્લેખ કરી પોતાના બચપણમાં જ વૈરાગ્ય લાગ્યાનું અને તેમાં રામકથા સાંભળીને જ આગળ વધ્યાનું કહ્યું. આ કથાનો ઉપક્રમ એક પણ પૈસાનું ભંડોળ એકત્ર નહી કરવા અને કેવળ રાષ્ટ્ર અને વિશ્વ કલ્યાણ હેતુ હોવાનું ભાર પૂર્વક જણાવ્યું.
