ભાણવડ ખાતે પી.એમ. ભાણવડ ક્ધયા પ્રાથમિક શાળામાં સ્વસ્થ ખોરાક, સ્વસ્થ જીવન શૈલી વિશે સેમિનાર તેમજ જાગૃતિ માટે રેલી અને સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં વિજેતાઓને પ્રમાણપત્રો આપી બીરદાવ્યા હતાં. ગુજરાત ઈકોલોજીકલ એજન્યુ કેસન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન તેમજ ગીર ફાઉન્ડેશન, પર્યાવરણ શીક્ષણ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમના શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમના પ્રારંભમાં વિદ્યાર્થીઓએ હાથમાં બેનરો સાથે પોસ્ટરો લઈ એક કિલોમીટર લાંબી જાગૃત્તિ રેલી કાઢી હતી. રેલી દરમિયાન હેલ્ધી ફુડ અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં તેમજ લોકોને માહિતગાર પણ કર્યા હતાં. ત્યાર બાદ વિદ્યાર્થીનીઓ માટે વિવિધ સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાના ઘરેથી દેશી ભાણુ, સ્લોગન, લેખન, ચિત્ર સ્પર્ધા હેલ્ધી સલાડ, ડેકોરેસન, અંગેના વિડિયો તેમજ ફોટા રજૂ કર્યા હતાં. સ્પર્ધામાં વિજેતાઓને પ્રમાણપત્ર આપી બીરદાવાયા હતાં તેમજ અન્યને પણ પ્રોત્સાહિત કર્યા હતાં. કાર્યક્રમમાં વર્તમાન સમયમાં જંગ ફુડ કેટલા નુક્સાન કર્તા છે તે અંગેની વિસ્તૃત સમજણ આપી હતી. શાળા પરિવાર અને ગિર ફાઉન્ડેશન આયોજીત સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાયો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન માટે ચર્ચા સંવાદની આવશ્યકતા જણાવતાં મોરારિબાપુ
આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વ સાથે રાજધાની દિલ્લીમાં રામકથા ’માનસ સનાતન ધર્મ’ આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વ સાથે... -
યોગમય સાવરકુંડલા પરોગમુક્ત સાવરકુંડલાથના સૂત્રને સાર્થક કરતો યોગ ટ્રેનર્સ બેચનો વાર્ષિક મહોત્સવ સંપન્ન
પ્રશિક્ષિત બહેનોએ વિવિધ યોગાસનો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સાવરકુંડલા... -
સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમમાં પધારેલા કલાકારો ધમ્મવાડી પ્રાચીના મહેમાન બન્યા
પુરા ગુજરાત અને દેશ વિદેશમાં ખ્યાતી પામેલા 500 (પાંચ સોં) કલાકારોને રાત્રી રોકાણ કરવાનું સૌભાગ્ય અનુ....
