મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી જાફરાબાદ તળે આવતા ચાંચ બંદર શિયાળ બેટ ધારાબંદર નવા બંદર રાજપરા બંદર નાં તમાંમ બોટ માલીકો, તેમજ જથ્થાબંધ તથા છુટક માછલીના વેપારીઓ, તથા મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ તમામ માછીમાર ભાઈઓ અને બહેનોને જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક કચેરી દ્વારા જણાવ્યું છે. કે, સરકાર તરફથી મળતી જન કલ્યાણ યોજનાઓ નો લાભ વધુ ને વધુ માછીમાર મેળવી શકે તે હેતુથી વંચાણે લીધેલા મત્સ્યોદ્યોગ કમિશ્નર, ગાંધીનગરના પત્ર મુજબ નેશનલ ફીશરીઝ ડીઝીટલ પ્લેટફોર્મ (ગઋઉઙ ઙજ્ઞિફિંહ) ભારત સરકાર દ્વારા એક નવી પહેલ છે. ગઋઉઇ એ ઙખ-ખઊંજજઢ જે ઙખખજઢ હેઠળ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લોકોને નેશનલ ફીશરીઝ ડિઝીટલ પ્લેટફોર્મ ઉપર નોંધણી ફરજ્યાત પણે બિન ચુક કરાવવાની રહેશે. વધુમાં સરકારના નિયમો મુજબના નિચે દર્શાવ્યા પ્રમાણેના લાભો નોંધણી કરાવેલ માછીમારોને જ મળવાપાત્ર થશે. ભવિષ્યમાં ફીશરીઝની કોઈપણ યોજનાનો લાભ ગઋઉઙ ઙજ્ઞિફિંહ ઉપર નોંધણી થયેલ સક્રીય માછીમારોને મળવાપાત્ર રહેશે.
ગઋઉઙ ઙજ્ઞિફિંહ પર નોંધણી થયેલ માછીમારોને પ્રમાણપત્રનો લાભ મળવા પાત્ર રહેશે.આથી બોટ એસોસીએશનના પ્રમુખ ઓ, મત્સ્યોદ્યોગ મંડળીના પ્રમુખ સાગર ખેડૂતો ઓ તથા સમાજના આગેવાનો દ્વારા મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને ગાર્ડ ની ઓફિસે અથવા ફિશરીઝ ઓફીસ જાફરાબાદ નિચે દર્શાવેલ જરૂરી આધાર પુરાવા સાથે લાભ લેવા માટે જણાવવામાં આવેલ છે. તેમજ જરૂરી આધાર પુરાવા રજુ કરવા થતા ડોક્યુમેન્ટ (1) આધાર કાર્ડ, (2) બૈંક પાસબુક, (3) આધાર લીંક મોબાઈલ, 4 આઈડી પ્રૂફ નંબર જેવા પુરાવા માન્ય રહેશે જેથી જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક ની કચેરીતળે આવતા તમામ બંદરના સીએસસી સેન્ટર ખાતે ઓનલાઇન ફોર્મ સબમિટ કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક કચેરી દ્વારા તમામ માછીમારોને પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
