ધરપકડનો કુલ આંક 11 થયો
બગદાણાના કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલા કેસમાં જઈંઝની તપાસ દરમિયાન વધુ એક આરોપી ઝડપાયો છે. તળાજા તાલુકાના કોદીયા ગામનો રહેવાસી દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડવામાં આવ્યો છે. ગત મોડી રાત્રિના આરોપીને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં પ્રથમ 8 આરોપીને પોલિસે ઝડપી પાડ્યા હતા, જ્યારે આ બનાવ અંગે ભાવનગર રેન્જ આઇજી દ્વારા તા.5 જાન્યુઆરીના રોજ એક જઈંઝ ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓની કોર્ટમાંથી કબ્જો મેળવી જઈંઝ દ્વારા રિમાન્ડ મેળવ્યા હતા. જઈંઝની ટીમે ગત મોડી રાત્રે વધુ એક આરોપીને ઝડપી પાડયો રિમાન્ડમાં આરોપીઓની પૂછપરછ દરમિયાન જઈંઝ ટીમ દ્વારા પ્રથમ કાનાભાઈ ભીખાભાઇ કામલિયાને અને ત્યાર બાદ સંજય ચાવડાને ઝડપી પાડ્યા હતા. ત્યારે ગત રાત્રિના આ બનાવમાં જઈંઝએ વધુ એક શખસ દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જેને મેડિકલ ચેકઅપ માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જઈંઝની તપાસ દરમિયાન 3 અને અગાઉ 8 મળી કુલ 11 શખસોની ધરપકડ કરવામાં આવી છે.
