દીપડો ઘરમાં ઘુસી ગયો: ઘર ધણીએ રૂમ બંધ કરી દીધો ખાંભાના નાની ધારે ઘરમાં ઘુસેલો દીપડો હુમલો કરે તે પહેલા પાંજરે પુરાયો

વન ખાતાએ ઘટના સ્થળે પહોંચી દીપડાને ગનથી ટ્રાન્ક્યુલાઈઝ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો

અમરેલી જિલ્લાનાં ગીરકાંઠાના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને દીપડાના આંટાફેરા હવે સામાન્ય વાત છે. છાશવારે આ પંથકમાં આવા રાની પશુઓ માનવ વસ્તીવાળા ગામમાં ઘુસી આવતાં હોય ત્યારે ગઈકાલે મોડી રાત્રીનાં સમયે ખાંભા તાલુકાના નાની ધારી ગામે એક રહેણાંક મકાનમાં આવેલ રૂમમાં ખૂંખાર દીપડો ઘુસી ગયો હતો. પરંતુ ઘરધણીની સજાગતાના કારણે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દઈ અને વનવિભાગને જાણ કરવામાં આવતાં કડકડતી ઠંડીમાં વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુંલાઇઝ કરી આંબરડી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ હતો. આ બનાવમાં દીપડો કોઈ ઉપર હુમલો કરે તે પહેલાં જ પીંજરે પુરાઈ જતાં લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
આ બનાવમાં ખાંભા આર.એફ.ઓ.ના જણાવ્યાં અનુસાર ખાંભા તાલુકાના નાની ધારી ગામે રહેતા પ્રતાપ ભાઇ માંજરિયા મકાનમાં ગઈકાલે મોડી રાત્રીનાં સમયે ડેલીના રસ્તેથી ખૂંખાર દીપડો ઘરમાં ઘુસી ગયો હતો. ત્યારે દીપડો રૂમમાં પ્રવેશતાં ઘરધણી દીપડાને જોઈ જતાં અને ઘરધણીની સજાગતાના કારણે દીપડો જે રૂમમાં ઘૂસ્યો હતો તે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દઈ અને વનવિભાગને જાણ કરવામાં આવતાં કડકડતી ઠંડીમાં પણ વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુંલાઇઝ કરી આંબરડી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ હતો. આ બનાવમાં દીપડો કોઈ ઉપર હુમલો કરે તે પહેલાં જ પીંજરે પુરાઈ જતાં લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
ગીરકાંઠાના વિસ્તારમાં આવા બનાવો સામાન્ય રીતે બનતાં હોય ત્યારે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ અને લોકો વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે ગીરકાંઠાના વિસ્તારમાં ખાસ શિબિરો કરી જાગૃતતા ફેલાવવા માટેની કામગીરી ચલાવી રહયાં છે

રિલેટેડ ન્યૂઝ