અમેરિકાના ભાવિ શિક્ષકો અને પ્રોફેસરોની અગરિયા બાળકોના શિક્ષણ અંગે ત્રણ દિવસ મુલાકાત લીધી

અમેરિકાના ભાવિ શિક્ષકો અને પ્રોફેસરોની એક ટીમે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા બાળકોના શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરવા માટે ત્રણ દિવસીય મુલાકાત લીધી હતી. આ મુલાકાત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક આદાન-પ્રદાનનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહી.મિયામી યુનિવર્સિટી (ઓહિયો)ના પ્રોફેસર મેઘન અને લી આર્મ્સસ્ટ્રોંગના નેતૃત્વ હેઠળ 16 ભાવિ શિક્ષકોની આ ટીમ કચ્છ પહોંચી હતી. તેમણે રણની વિષમ પરિસ્થિતિઓમાં કાર્યરત ’રણ બસશાળા’ અને ’સાવડા આશ્રમ શાળા’ની મુલાકાત લીધી હતી.ટીમે દસાડા રણ રાઇડર રિસોર્ટ ખાતે રોકાઈને રણકાંઠાના પછાત વિસ્તારોમાં ચાલતા શિક્ષણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. ખાસ કરીને, અગરિયા બાળકો માટે રણમાં જઈને શિક્ષણ આપતી ’મોબાઈલ બસશાળા’ તેમના માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમણે બાળકો અને સ્થાનિક શિક્ષકો સાથે વાર્તાલાપ કરીને એક વિસ્તૃત પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. સાવડા આશ્રમ શાળાના સંચાલક પ્રકાશભાઈ પટેલે જણાવ્યું કે, અમેરિકન વિદ્યાર્થીઓએ શાળાના બાળકો સાથે સામુહિક પ્રાર્થના કરી અને ગીતો ગાયા. તેમણે ગુજરાતની શિક્ષણ પદ્ધતિને સમજી અને અમેરિકાની શિક્ષણ પ્રણાલી વિશે પણ અહીંના બાળકો અને શિક્ષકોને માહિતગાર કર્યા.

રિલેટેડ ન્યૂઝ