ઉપલેટાની માનવ સેવા ટ્રસ્ટમાં અમદાવાદના પરિવાર દ્વારા દિકરીના લગ્ન પ્રસંગે સેવા કાર્ય

ભોજન સહિતની સેવાકિય પ્રવૃતિ કરી સમાજને નવો રાહ ચીંઘ્યો

અમદાવાદ રહેતા અને ઈશ્વરે જેમને સંપત્તિ આપી છે પણ સાથે સદગુણ અને સદવિચાર પણ આપ્યા છે એવા ભરતભાઈ હરિભાઈ જાગાણી કે જેઓ માનવસેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર સાથે સેવાથી જોડાયેલા છે.
અને તેમની લાડલી દીકરી “જીલબેન” પાર્થભાઈ સરડવાનાં સીદસર મુકામે માં ઉમિયા માંના સાનિધ્યમાં જ્યારે ધામધૂમથી લગ્ન થતા હોય ત્યારે આ પરિવારે સમાજને એક અનોખો વિચાર અને પહેલ આપી છે.
જેમાં જીલબેન ના લગ્ન પ્રસંગે ઉપલેટા શહેરની 30 વર્ષથી અનેક પ્રકારની સેવા કાર્ય કરતી સંસ્થા માનવસેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રનાં નિરાધાર વૃદ્ધો હોસ્પિટલમાં દાખલ થતા ગરીબ દર્દીઓ પ્રસુતા બહેનો રખડતા પાગલો તેમજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દરરોજ સાંજે જે ઝુંપડપટ્ટીના ગરીબ બાળકોને સંસ્કાર કેન્દ્રના માધ્યમથી ભણાવવામાં આવે છે એ બાળકોને આ લગ્ન પ્રસંગ નિમિત્તે સારામાં સારો ભોજન પ્રસાદ આપવામાં આવશે.
અને સંસ્થા દ્વારા 25 વર્ષ થયા પણ વધુ સમયથી ચાલતી અમારી ટિફિન સેવામાં દરેક નિરાધાર લોકોને આ પરિવારે પોતાના લાડલી દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે આ ગરીબ લોકોને પણ પોતાના લગ્ન ખુશીમાં સહભાગી બનાવ્યા છે અને તેમને પણ મીઠાઈ સાથેનું આ જ દિવસે ભોજન પ્રસાદ આપવામાં આવશે તેમાં 100 વધુ જરૂરિયાત મંદોને ટિફિન સવારના માધ્યમથી ઉપલેટા તેમજ મોટી પાનેલી ગામમાં સંસ્થા દ્વારા ચાલતી ટિફિન સેવામાં જીલ બેનના લગ્ન પ્રસંગ નિમિત્તે આ લોકોને પણ ભાવતા ભોજન આપવામાં આવશે.
આ તકે ઝીલ બેન પાર્થભાઈ સરડવા અમદાવાદ હસ્તે ભરતભાઈ હરિભાઈ જગાણી અને આ સરસ મજાના વિચારના જે પ્રેરણાસ્ત બન્યા છે એવા માનવ ટ્રસ્ટના મુખ્ય દાતા અને સેવાના સહભાગી સંજયભાઈ માકડીયા આ ઉમદા વિચાર ના પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
તો આ તકે સંસ્થાના સર્વે ટ્રસ્ટી મંડળ ડોક્ટર અર્જુન બાબરીયા, સંજયભાઈ માકડીયા, લાલજીભાઈ રાઠોડ, રમેશભાઈ રાઠોડ, જગદીશભાઈ બારૈયા સર્વે તરફથી જીલ બેન ને સુખી દાંપત્ય જીવનની અને સદા નિરોગી રહે એવા આશીર્વાદ આપવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ