લાખો રૂપિયાના દારૂના કેસમા સંડોવાયેલા બુટલેગર સરપંચને તંત્રે સાઈડ લાઈન કરી ગામના વિકાસને વેગ ગતિ આપી
સતાના સહારે અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા સરપંચ સામે ગ્રામજનોએ લડતનો મોરચો માંડયો હતો અને આખરે જનતા જનાર્દનનો અવાજ સંભળાયો
ઊના તાલુકાના સનખડા ગ્રામપંચાયતના સરપંચરવિન્દ્ર ગોહિલને લોકો એ વિકાસ કામો માટે મત આપી વિજય બનાવ્યા પરંતુ પ્રજા હિતની કામગીરીને એક તરફ છોડી પોતાનો વિકાસ ઝડપી કરવા અસમાજિક પ્રવૃત્તિઓને રવાડે ચડી ગયાં અને સતા મળતા ની સાથે બેફામ પણે ઈંગ્લીશ દારૂ નો જથ્થો દરિયાઈ માર્ગે બોટ મારફતે ડીલેવરી મંગાવી કરવા લાગ્યા પરંતુ આખરે પાપ પોકાર્યું અને વેરાવળ બંદરે એસએમસીએ લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડી આ દારૂ નો જથ્થો ઊનાના સનખડા ગામના સરપંચ રવિન્દ્ર ગોહિલએ મંગાવી સપ્લાય કરતો હોવાનું પોલીસ રેકર્ડ પર આવતાં તેની સામે કાયદેસર ફરીયાદ નોંધાતા સરપંચ લાંબા સમયથી ફરાર બની જતાં અંદાજિત આઠ હજાર કરતાં વધુ વસ્તી ધરાવતા સનખડા ગ્રામપંચાયતનો વિકાસ અને લોકોનીપ્રાથમિક સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકો હેરાનગતિ અનુભવતાં હતાં ઓછાંમા વધું આ સરપંચને સનખડા ગામે આવેલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના અધ્યક્ષ પદે પણ બેસાડ્યા હતા જેના કારણે શિક્ષણ પ્રત્યે પણ વિધાર્થી પર ભારે અસર પહોંચી રહીં હતી
આ બાબતે ગ્રામજનો જાગૃત બન્યા અને સરપંચ સામે લોક અવાજ ઉઠયો તંત્ર દ્વારા આ સરપંચ ફરાર બની જતાં ગામ ની વિકાસ કાર્યો થતાં નહી હોવાથી સમસ્યા વધવા લાગતાં અને સામાન્ય કામો પણ અટવાયા હોવાથી લોકો પરેશાન હોવાંની રજૂઆત તાલુકા જિલ્લા કક્ષા સુધી પહોંચી હતી પરંતુ સરપંચ પ્રજાના લોક મતે ચુંટાયેલા હોવાથી તેને દુર કરવા કાનુની પેચ બનતાં જવાબદાર અધિકારી મુંજવણ મા મુકાતા આખરે સનખડા ગ્રામપંચાયત નો વહિવટ ઉપ સરપંચ ના હવાલે કરી લોકો ની સમસ્યા હલ કરી પંચાયત ની વહીવટી કામગીરી સરળ બનાવવા માંગણી ઉઠતાં આખરે તંત્ર ના કાને જનતા જનાર્દન નો અવાજ સાંભળી કાયદાની કલમ નું સંશોધન કરી પંચાયત કાયદા હેઠળ બેઠક બોલાવી હતી પરંતુ તેમાં પણ વિધ્ન ઉભું કરાતા લોકો નો આક્રોશ વધતા તંત્ર ને ઝુકવું પડ્યું તાત્કાલિક ગ્રામપંચાયત ની બેઠક બોલાવી હતી અને તેમાં સનખડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ વિક્રમસિંહ બાલુભાગોહિલને સરપંચનો કાર્યભાર સોંપાયો હતો અને પ્રજા નો વિજય થતાં ખુશી ની લાગણી ફેલાઇ હતી
ઉપસરપંચ વિક્રમસિંહ બાલુભાગોહિલ એ ગ્રામ પંચાયતના સરપંચનો કાર્યભાર સંભાળી સર્વ પ્રથમ પંચાયત ના સભ્યો તેમજ તાલુકા પંચાયત વિકાસ અધિકારી તેમજ વહીવટી તંત્ર નો આભાર વ્યક્ત કરી
સિદ્ધાંતિક રીતે ઉપસરપંચ ચાર્જ પછી વિક્રમસિંહ ગોહિલ એ સરપંચ તરીકે સનખડા ગ્રામ્ય પ્રજામાં જાગૃતિ અને વિકાસની પ્રવૃત્તિઓને વેગ આપવા ની શરૂઆત કરી સીધા મંદિર દર્શન કરી સનખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) ની મુલાકાત લઈ ડો. ઉપાધ્યાય તેમજ સ્ટાફ સાથે આરોગ્ય વિષયક ચર્ચા કરી હાલ આરોગ્ય બાબતે ગ્રામજનો ની મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવા અનુરોધ કર્યો હતો
ગામમાં એક મહિના પહેલાં 15મી નાણાપંચની ગ્રાન્ટમા બનેલા સીસી રોડ (સિમેન્ટ)નું કામ અધૂરું હોય તે જડપી શરૂ કરવા અને બંને બાજુએ માટી ભરવાનું બાકી છે તે શરૂ કરી પાણી છાંટવાનું કામ નહીં થવાના કારણે રોડ ની નબળી કામગીરી અંગે તાલુકાપંચાયતના એન્જિનિયર પરમાર ને રજુઆત કરી હતી આ તકે
ગ્રામ પંચાયતના સરપંચ (ચાર્જમાં) વિક્રમસિંહ બાલુભા ગોહિલ, તલાટી કમ મંત્રી, સ્ટાફ તેમજ ગામના સામાજિક કાર્યકરો ગોહિલ હનુભાઈ, ગંભીરસિંહ ગોહિલ, ગોહિલ કનુભાઈ (માજી સરપંચ), નર્વણસિંહ ગોહિલ (સભ્ય), નાનજીભાઈ ગોહિલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સનખડા ગ્રામના સમસ્તગ્રામજ નો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગુજરાત સરકાર તેમજ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી સરપંચની ગેરહાજરીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી ઉપસરપંચને ચાર્જ સોંપવા બદલ. ગામના વિકાસ કાર્યોને નવો વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી
