થાન વિસ્તારમાં મોડી રાત્રે ચોટીલાના પ્રાંત અધિકારીએ દબાણ હટાવવાની કાર્યવાહી કરી

સરકારી જમીનો પર હોસ્પિટલ સીરામીક ઉદ્યોગના કારખાનાઓ દુકાનો ઊભી કરી નાખવામાં આવી હતી 210 કરોડની સરકારી જમીન કરાઈ ખુલ્લી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ તોડી પડાયા, 17 કારખાનાના જમીનદોસ્ત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સરકારી જમીન પર થયેલા મોટા પાયે દબાણ સામે વહીવટીતંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. થાન વિસ્તારમાં અંદાજે 260 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. મોડી રાત્રે પ્રાંત અધિકારી પોતાની ટીમ સાથે પર પહોંચી દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી.
જમીન પર બાંધવામાં આવેલા 17 કારખાના અને હોટલ તોડી પાડવામાં આવ્યા. ઉપરાંત આશાપુરા હોસ્પિટલ ખાલી કરાવી તોડી પાડવામાં આવી તેમજ સિરામિક કારખાનાઓ પણ ધરાશાયી કરાયા. આ કાર્યવાહીમાં અંદાજે 210 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણા દ્વારા ચોટીલા તળેટી અને મંદિરની આજુબાજુમાં કરવામાં આવેલા ડિમોલેશન બાદ હવે થાનગઢ થી તરણેતર રોડ સુધી સરકારી જમીન ઉપર કરવામાં આવેલા બાંધકામો અને ગેરકાયદેસર બનાવવામાં આવેલી મિલકતો તોડી પાડવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.
થાન તરણેતર રોડ ઉપર 260 જેટલા એકમોને નોટિસો આપવામાં આવી હતી તે છતાં પણ સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલા બાંધકામો હટાવવામાં ન આવ્યા હતા અંતે ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ તેમજ મુળી મામલતદાર સહિતની ટીમો દ્વારા આજે દબાણો હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ