સાવરકુંડલા રેલ્વે સ્ટેશનની પશ્ર્ચિમ રેલ્વે વિભાગના જનરલ મેનેજરે મુલાકાત લીધી

સાંસદો, ધારાસભ્ય સહિતના વેપારી અગ્રણીઓએ રેલ્વે સંબંધી રજૂઆતો કરી

સાવરકુંડલા રેલ્વે સ્ટેશન ની મુલાકાતે પશ્ચિમ રેલવે વિભાગના જનરલ મેનેજર આવ્યા હતા અમરેલી સાંસદોને સાવરકુંડલાના ધારાસભ્ય સહિતના વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું હતું અને રેલવે સંબંધી રજૂઆતો કરી હતી
પશ્ચિમ રેલવે વિભાગના વડા જનરલ મેનેજર વિવેક ગુપ્તા સાવરકુંડલા રેલવે સ્ટેશનની ખાસ મુલાકાત આવ્યા હતા અને રેલ્વે સ્ટેશન તેમજ રેલવે ને લગતા પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી હતી જેમાં ખાસ કરીને આ વિસ્તાર સિહો નો વિસ્તાર છે અવારનવાર ભૂતકાળમાં અનેક સિહોના મૃત્યુ પણ થયા છે જે બાબતે ની વિગત જણાવતા તેમણે જણાવ્યું હતું કે વન વિભાગ સાથે મળીને રેલવેની સ્પીડ ઘટાડવી તેમજ ખાસ સિંહોને નુકસાન ન થાય તેની કાળજી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે
ઉપરાંત સિંહો ની અવરજવર નો જે વિસ્તાર છે ત્યાં સુરક્ષાના ભાગરૂપે ફેન્સીંગ પણ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી સાવરકુંડલા શહેરની વચ્ચે આવેલ બે ફાટકો ની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે ખાસ કરીને માર્કેટિંગ યાર્ડ સામેનું ફાટક કે જ્યાં એક હોસ્પિટલ આવેલી છે તેમજ માર્કેટિંગ યાર્ડ અને મોટાભાગના લોકો ના નિવાસ્થાનો છે એટલે અવરજવરમાં અવારનવાર ફાટક બંધ રહેતું હોય ગુડ ટ્રેનો નો સતત આવરોજ આવરો હોય તો આ ફાટકને ઓવરબ્રિજ કે અંડર બ્રિજ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે વિવેક ગુપ્તાએ જણાવ્યું કે આ બાબત અમારે ધ્યાને છે જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ