બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો

સોના-ચાંદીના દાગીના સહીત રૂ.4,58,200નો તમામ મુદ્દામાલ કબ્જે

ગત તા.27/1/2026 ના બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ તુલસી-2ની બાજુમાં મારૂતીનગર-2માં રહેણાંકી મકાનમાં કોઇ અજાણ્યો ચોર ઇસમે ઘરની દિવાલ ટપીને ઘરમા પ્રવેશ કરી ઘરના દરવાજાનો નકુચો કાપી ઘરની અંદર રાખેલ લાકડાની તિજોરીનો લોક તોડી તિજોરીના ખાનામાં રાખેલ સોના-ચાંદીના દાગીનાની ચોરીનો બનાવ બન્યો હતો.જે અંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુન્હો અજાણ્યા ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ હતો. જે ગુન્હા ની ગંભીરતાને ધ્યાને લઈ ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર દ્વારા ગુન્હો ડીટેક્ટ કરી આરોપીને પકડી તમામ મુદ્દામાલ રીકવર કરવા સુચના કરવામાં આવેલ જે અંતર્ગત બોટાદ જીલ્લા પોલીસ વડા (ઈંઙજ) ધર્મેન્દ્ર શર્મા દ્વારા જરૂરી સુચના આપવામાં આવેલ જેને લઈ બોટાદ કઈઇના ઙઈં એ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ કઈઇના ઙજઈં એસ.બી. સોલંકી તથા અજઈં ભગીરથસિંહ લીંબોલા તેમજ પરાક્રસિંહ ઝાલા,બળદેવસિંહ લીંબોલા, રાજેન્દ્રસિંહ ડોડીયા, રસીકભાઇ ગળથરા એ મળેલ સંયુકત બાતમી આધારે બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપી ને ગણતરીના કલોકોમાં ઝડપી પાડ્યો છે.અર્જુનભાઇ ઉર્ફે કાળુ ઉર્ફે મુનો વિરમભાઇ ચીભડીયા રહે. બોટાદના ઝડપી લઈ તેના રહેણાકે થી સોનાનો પાટી પારો નંગ -1 રૂ. 2,95,000 ,સોનાની હાથમાં પહેરવાની સોનાની વીંટી નંગ-2 રૂ. 65,000 ,ચાંદીના પગમાં પહેરવાના ચાંદી છડા જોડ એક (નંગ-2)રૂ. 52,000,ચાંદીની લકી નંગ-2 રૂ. 45,000, ચાંદીની નહોર નંગ-1 રૂ.1200 મળી કુલ 4,58,200 રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ