લાઠી નજીક ભાવનગર-રાજકોટ હાઇવે રોડ ઉપર હીરાણા ગામના પાટીયાથી આગળ વહેલી સવારના બનલે અકસ્માતના અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી લાઠી પોલીસ ટીમે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.આ બનાવમાં લાઠી તાલુકાના હીરાણા ગામના પાટીયાથી થોડે દુર જાનબાઇ દેરડી ગામ તરફ જતાં ભાવનગર-રાજકોટ રોડ ઉપર ગત તા.22 ના રોજ વહેલી સવારના એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી એક અજાણ્યા રાહદારી સાથે ભટકાવી દઇ, રાહદારીને ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાસી ગયેલ હતો.આ બનાવ અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ- 281, 106 (1), 125 (એ), 125 (બી) તથા એમ.વી.એક્ટ કલમ 177, 184, 134 મજુબનો ગુન્હો નોંધાયેલ હતો.જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ દ્વારા લોક ભાગીદારીથી લગાડવામા આવેલ સી.સી.ટી.વી. કેમેરા પૈકી લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ચાવડં આઉટ-પોસ્ટ ખાતેના સી.સી.ટી.વી. ફુટેજ તેમજ જાનબાઇ દેરડી ગામ ખાતેના સી.સી.ટી.વી. ફુટેજ આધારે અકસ્માત કરી નાશી છૂટેલાં લકઝરી બસ નં. અછ-06-ઈ-9925 ના ચાલક વિસાવદર ગામે રહેતાં આરોપી આસીફભાઇ આરીફભાઇ ઘોઘારી નામના આરોપીને ઝડપી પાડી અકસ્માતના ગુન્હાનો ભેદ લાઠી પોલીસ સ્ટેશનની સવેલન્સ ટીમે ઉકેલી નાખેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
ગર્લ્સ સ્કૂલથી કપોળ બોર્ડિંગ તરફનાં માર્ગમાં કામ શરૂ હોવાથી અમરેલીનાં નાગનાથ ચોકમાં ટ્રાફિક સમસ્યા બની વિકરાળ
એક તરફ ઓટો રિક્ષા અને ખાનગી ઈકો કારનો જમાવડો તો બીજી બાજુ કેબિનોની હારમાળા અમરેલીનાં હાર્દસમા... -
બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો
સોના-ચાંદીના દાગીના સહીત રૂ.4,58,200નો તમામ મુદ્દામાલ કબ્જે ગત તા.27/1/2026 ના બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ તુલસી-2ની બાજુમાં... -
વેરાવળ-શાપરની શિવ હોટેલ પરના સર્વિસ રોડ પર સીએનજી ઓટો રીક્ષા ભયજનક ખાડામાં પડતા પલ્ટી મારી
કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ-શાપર ના નેશનલ હાઇવે સર્વિસ રોડ પર શિવ હોટેલ સામે એક વર્ષથી વધુ સમય...
