ઉના તાલુકાના ભાચા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું શાસ્ત્રોક્ત વિધિ થી લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉના-ગીર ગઢડા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવેલ આ બંને કેન્દ્રોના નિર્માણ પાછળ કુલ ₹2.42 કરોડનો ખર્ચ થયો છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ની વરદ્ હસ્તે લોકાર્પણ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ સોલંકી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંક, નવાબંદર ગ્રામ પંચાયતના સરપંચ સોમવારભાઈ સોલંકી, તાલુકાહેલ્થ ઓફિસર ડો.વિપુલ દુમાતર અને ડો. પંપાણીયા સહિત બંને ગામોના સ્થાનિક તેમજ રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.નવાબદર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નું શાસ્ત્ર વિધી કરી પૂજન સાથે નવ નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નુ ખાતમુહૂર્ત કરાયું હતું આમ ઉના તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં નવા નિર્માણ થતા આરોગ્ય કેન્દ્રો ના કારણે સ્થાનિક લોકો માટે આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે અને તેમને ઘરઆંગણે જ ઉત્તમ તબીબી સેવાઓ ઉપલબ્ધ બનશે.
રિલેટેડ ન્યૂઝ
-
વન્યજીવોના સંરક્ષણમાં કાનૂની ઢાલ બનેલા ડી.જી.પી. કેતનસિંહ વાળાનું સાસણ ખાતે સન્માન કરાયું
એશિયાઇ સિંહ, દીપડા અને દુર્લભ કીડીખાઉ સહિતના વન્યજીવો વિરુદ્ધના ગુનાઓ સામે અસરકારક કાનૂની લડત બદલ રાજ્ય... -
લાઠી પાસે અકસ્માતના ગુનાનો ભેદ ઉકેલાયો: આરોપીની ધરપકડ
લાઠી નજીક ભાવનગર-રાજકોટ હાઇવે રોડ ઉપર હીરાણા ગામના પાટીયાથી આગળ વહેલી સવારના બનલે અકસ્માતના અનડીટેકટ ગુન્હાનો... -
બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો
સોના-ચાંદીના દાગીના સહીત રૂ.4,58,200નો તમામ મુદ્દામાલ કબ્જે ગત તા.27/1/2026 ના બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ તુલસી-2ની બાજુમાં...
