જુનાગઢ જિલ્લાના વિસાવદરના નાના કોટડા ગામના શખ્સની ક્રાઇમ બ્રાન્ચ એ પાસા કાયદા હેઠળ અટક કરી, સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે ધકેલતી દીધો છે.જૂનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિઓ કરતા ઇસમો વિરૂધ્ધ કડક હાથે કામ લેવાની ઝૂંબેશ ચાલુ હોય જે અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ જૂનાગઢ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે શરીર સબંધી નોંધાયેલ ગુન્હાઓના કામે સંડોવાયેલ ઇસમ હરેશભાઇ છગનભાઇ સાવલીયા, (ઉવ.47 રહે. નાના કોટડા, તા.વિસાવદર, જી. જુનાગઢ) વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટરને મોકલતાં જુનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટર જૂનાગઢ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા ધ્યાને લઈ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ હતું. જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સામાવાળાની અટકાયત કરવા સારૂ તપાસ કરતાં સામાવાળા ભેસાણ શ્રીનાથનગર ખાતે હોવાની બાતમી મળતા હકિકતવાળી જગ્યાએ તપાસ કરતા હરેશભાઇ છગનભાઇ સાવલીયા હાજર મળી આવતા તેની અટક કરી, સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવાની કાર્યવાહી જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
વિછીંયામાં રૂ.4.59 કરોડના ખર્ચે નિર્માણધીન ગાંધી વિદ્યાલયની હોસ્ટેલનું કરાયું લોકાપર્ણ
300થી વધારે વિદ્યાર્થીનીઓને મળશે આધુનિક સુવિધાઓ આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ એમ. બાવળીયાએ જણાવ્યું હતું કે... -
ગોસા(ઘેડ)માં રબારી સમાજના નવનિર્મિત ભવનનું લોકાર્પણ
સેવા જ્યારે સંસ્કાર બને ત્યારે સમાજ ઇતિહાસ રચે: રબારી સમાજની માનવતા, એકતા અને દીર્ધદ્રષ્ટિનું બન્યું સ્મારક... -
ગીર પશ્ર્ચિમ વન વિભાગ સામે આંદોલનના મંડાણના એંધાણ
નાયબ વન સંરક્ષક, ગીર પશ્ર્ચિમ વન વિભાગ જુનાગઢને આવેદન અપાયું વિસાવદરના સામાજિક આગેવાન ઉદય કિશોરભાઈ મહેતા,...
