જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી. ઉપાધ્યાયે જાહેર વ્યવસ્થા જાળવવા હુકમ કર્યો, સુરત જેલ ધકેલાયો
ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી. ઉપાધ્યાયના આદેશથી ઉનાનાકૃણાલઉર્ફેસુજલરવિભાઈબાંભણીયા ની પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપીને સુરતની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. 20 વર્ષીય કૃણાલ ઉર્ફે સુજલ રવિભાઈ બાંભણીયા, જે ઉનાનો રહેવાસી છે, તેની સામે ઉના પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં સહઆરોપીઓ સાથે ટોળી બનાવી છરી જેવા તીક્ષ્ણ હથિયારો રાખીને નિર્દોષ લોકોની લૂંટ કરવી, ગંભીર ઈજા પહોંચાડવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સમાવેશ થાય છે. આ ગુનાઓ ભારતીય ન્યાય સંહિતાના પ્રકરણ 4, 6, 11, 17 અને 19 ની કલમો હેઠળ નોંધાયા હતા.આરોપી ઝનૂની સ્વભાવનો હોવાથી ભવિષ્યમાં પણ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થામાં અવરોધ ઊભો કરી શકે છે. તેની ભયજનક પ્રવૃત્તિઓ થી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ સર્જાય છે. જાહેર લોકોની સલામતી જાળવવા અને તેને આવા જાહેર સુલેહશાંતિ વિરુદ્ધના કૃત્યો કરતો અટકાવવા માટે તેની તાત્કાલિક અટકાયત આવશ્યક જણાતા, ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી. ઉપાધ્યાયે 10 ફેબ્રુઆરી, 2026ના રોજ પાસા ધારા હેઠળ અટકાયત કરવાનો આદેશ કર્યો હતો.
