વિરપુરમાં ચક્ષુદાતાના પરિવારને બાબરીયા પરિવાર દ્વારા અપાઈ 10 લાખની વિમા પોલીસી

ધોરાજી માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલ ધોરાજી દ્વારા જે ચક્ષુદાન સહીતની સેવાકીય પ્રવુતીઓ થાય છે આ પ્રકારની સેવાકીય પ્રવુતીઓથી પ્રભાવીત થય મોટી પરબડી લેઉઆ પટેલ બાબરીયા પરીવાર દ્વારા ચક્ષુદાનની પ્રવૃત્તિ વધે અને દેશના નાગરીકોનું ભલુ થાય એ અંગે ચક્ષુદાતા પરીવારના એક સભ્યને એક વષે માટે અકસ્માત વિમા પોલીસી નક્કી કરી રૂ.10,00000 દશ લાખની પોલીસી આપવા અંગે જાહેર કરેલ જેના ભાગ રૂપે વિરપુરના ચક્ષુદાતા પરીવારના વિસાલ મનસુખભાઈ વેકરીયાને ધેર વિરપુર મુકામે બાબરીયા પરીવારના મોભીઓ ધીરૂભાઇ બાબરીયા, જમનભાઈ બાબરીયા પ્રવીણભાઈ બાબરીયા ,મગનભાઇ બાબરીયા અને માનવ સેવા યુવક મંડળના ભોલાભાઇ સોલંકી અને ધર્મેન્દ્રભાઈ બાબરીયા હાજર રહી વિમા પોલીસી અપેણ કરેલ હતી આ તકે વિરપુરના સમાજ શ્રેષ્ઠીઓ અને પરિવારના સ્વજનો સહિત આગેવાનો હાજર રહેલા હતા અને આ તકે બાબરીયા પરિવાર અને ધોરાજી માનવસેવા યુવક મંડળની સેવાઓને બિરદાવી શુભેચ્છાઓ આપેલ હતી આ તો કે માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા જણાવેલ કે 828 આંખોનું દાન મેળવીને રાજકોટની સરકારી હોસ્પિટલ ને સુપ્રત કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ