વાંકાનેરના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના પ્રયાસોથી સફળ રજુઆત
ગુજરાત રાજયના મેડીકલ લેબોરેટરી એસો.ના અગ્રણી ટ્રસ્ટીઓ દ્વારા સીઇએ એસીટીમાં રજીસ્ટ્રેશનને લઇને આવતા વિવિધ મુદા બાબતે રજુઆત કરવા માટે દિલ્હ સંસદ ભવનમાં હેલ્થ મીનીસ્ટર જે.પી. નડ્ડાને રૂબરૂ મળી લેખીત રજુઆત ઉપરોકત સંસ્થાના અગ્રણી ટ્રષ્ટીઓ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ હતી.
આ તકે વાંકાનેરના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાના સંપૂર્ણ સહયોગથી કેન્દ્રના આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાને રૂબરૂ મળી લેીખત રજુઆત કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. વધુમાં સાંસદ ઝાલાએ પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં વચ્ચે થોડો સમય કાઢી રજુઆત કરવા અમારી સાથે જોડાઇ આરોગ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી. આ તકે ઉપરોકત એસો.ના ટ્રસ્ટી અને આગેવાન રાજભા પી. જાડેજા, પરેશભાઇ પટેલ, રજનીકાંતભાઇ નકુમ તથા ચિરાગભાઇ કોઠારી સહીત ટ્રસ્ટી મંડળના હોદેદારોએ સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાનો આભાર વ્યકત કર્યો હતો.
