કાલાવડના નાની ભગેડી શાળામાં યોજાયો શૈક્ષણિક જાગૃતિ કાર્યક્રમ

ડ્રોપ આઉટ ઘટાડવા તેમજ ગામની જ માધ્યમિક શાળામાં એડમીશન લેવા મુદ્દે ભગિરથ પ્રયાસ

કાલાવડ તાલુકાના નાની ભગેડીમાં શિક્ષણનું સ્તર સુધારવા અને ડ્રોપઆઉટ ઘટાડવા હાઈસ્કુલ અને પ્રાથમિક શાળાના સંયુક્ત આયોજન અર્થે તાજેતરમાં નાની ભાગેડી તાલુકા શાળા ખાતે અ.છ.ટ.ઊ. ઇછઙ. ભંડેરી અને માધ્યમિક શાળાના આચાર્ય રવિ તાલુકા શાળાના આચાર્ય રક્ષિતાબેન તેમજ સ્ટાફગણ દ્વારા વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ધોરણ 9 થી 12માં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો અને શિક્ષણની ગુણવત્તા વધારવાનો હતો. આ પ્રસંગે ધોરણ 8 ના બાળકોને માર્ગદર્શન આપી, તેઓ ગામની જ માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં પ્રાથમિક અને માધ્યમિક એમ બંને શાળાઓનું શૈક્ષણિક સ્તર સુધરે તે માટે સંયુક્ત આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ તકે સ્થાનિક શાળાના આચાર્યઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ