વેરાવળ પાલિકાની ચુંટણીમાં 43 બેઠકો માટે 115 ઉમેદવારો વચ્ચે જામશે જંગ

કોંગ્રેસને રાજકીય ઝટકો: ભાજપે એક બેઠક બીનહરિફ છીનવી લીધી

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ની આગામી ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો માં મોટો પલટો આવ્યો છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસે કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, જ્યારે ભાજપે શરૂઆતમાં જ એક બેઠક બિનહરીફ જીતી લીધી છે. એક બેઠક બિનહરીફ થતાં હવે 43 બેઠકો પર મતદાન થશે. આ 43 બેઠકો માટે કુલ 115 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
આ અંગે મળતી માહિતી મુજબ, વેરાવળ વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપને સીધો ફાયદો થયો છે. આ વોર્ડ અનુસૂચિત આદિજાતિ માટે અનામત હોવાથી, ભાજપના ઉમેદવાર પ્રહલાદ શામળા એકમાત્ર ઉમેદવાર તરીકે રહ્યા અને તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
આ અંગે ચૂંટણી અધિકારી જૈમીન કાકડિયાએ આપેલી માહિતી અનુસાર, નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. એક બેઠક બિનહરીફ થતાં હવે 43 બેઠકો પર મતદાન થશે. આ 43 બેઠકો માટે કુલ 115 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. હવે બાકી રહેલી 43 બેઠકો પર સૌની નજર છે, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે કટોકટીનો મુકાબલો જોવા મળશે. સ્થાનિક સ્તરે મતદારોનો મિજાજ કઈ દિશામાં વળે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલની પરિસ્થિતિ એ ચૂંટણીનો માહોલ વધુ ગરમાવી દીધો છે.

રિલેટેડ ન્યૂઝ