જામનગરમાં ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો


ઉચ્ચતર ગુણો પ્રાપ્ત કરનારને મેડલ આપી સન્માનીત કરાયા

જામનગર માં ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ (દયાશંકર બ્રહ્મપુરી)માં તા. 11/1/26 અને રવિવાર ના શ્રી સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જ્ઞાતિના બાલમંદિર થી ઉચ્ચ અભ્યાસ સુધી ના વિદ્યાર્થીઓ ને રોકડ પુરસ્કાર તથા ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જ્ઞાતિ પ્રમુખ અતુલભાઈ મ્હેતા, ઉપપ્રમુખ જનાર્દનભાઈ રાવલ, મંત્રી મહેશભાઈ રાવલ તથા કારોબારી સદસ્યો સાથે શિક્ષણ પ્રમુખ ભવનીશભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ દક્ષાબેન ત્રિવેદી ,મંત્રી કમલભાઈ પંડ્યા અને સહમંત્રી હેતલબેન ત્રિવેદી તથા શિક્ષણ સમિતિના હોદ્દેદારો તથા જ્ઞાતિના દાતાઓના હસ્તે પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમણે ઉચ્ચતમ ગુણો પ્રાપ્ત કયો તેમને ગોલ્ડપ્લેટેડ સિલ્વર મેડલ તથા તેમના માતા – પિતા ને ફૂલહાર અને શાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં જગતગુરુ આચાર્ય શ્રી 108 કૃષ્ણમણિજી મહારાજ એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અને જ્ઞાતિજનોને આશીર્વાદ આપ્યા હતા. આ કાયેક્રમનું સમગ્ર સંચાલન શિક્ષણ સમિતિના પ્રમુખ ભવનીશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતુ.
.કાયેક્રમને સફળ બનાવવામાં હેતલબેન ત્રિવેદી, યશભાઇ દવે, ખુશીબેન રાવલ, શિવાનીબેન ભટ્ટ , નિખિલભાઈ આચાર્ય તથા મયુરભાઈ શુક્લ એ જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ