ઉનાના દેલવાડા ગામના સરપંચ તાલુકા પંચાયત સભ્ય, ચેમ્બર ઓફ કોમર્સ અને મુસ્લિમ પંચે આપ્યું આવેદન
જુનાગઢ દેલવાડા લોકલ ટ્રેન નવાબ સાસન વખત થી ચાલતી હોય આ ટ્રેન નો મોટાં ભાગે લાભ ગીર પંથકના લોકો ને ધાર્મિક સ્થળો એ જવા અનુકૂળ હોય પરંતુ રેલવે વિભાગ દ્વારા ટ્રેન ના સમય મા સમયાંતરે ફેરફાર થતાં કાયમી રેલ્વે મુસાફરી કરતાં લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
તાજેતર માં ઉના ના દેલવાડા રેલવે સ્ટેશન પર થી ઉપડતી સીગલ ગ્રેજ રેલ્વે લોકલ ટ્રેન તેના નિર્ધારીત સમય મા ફેરફાર કરાતાં ઉના દેલવાડા દીવ અને આજુબાજુના વિસ્તાર ના સેંકડો મુસાફરો ટ્રેન મુસાફરી થી વંચિત રહેતાં હોવાના કારણે ભારે પરેશાની ઉભી થતાં દેલવાડા ગામ ના સરપંચ પુજાબેન બાંભણીયા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા પ્રદેશ પૂર્વ મંત્રી વિજયભાઇ બાંભણીયા તેમજ તાલુકા પંચાયત સભ્ય દેવશીભાઇ રાજાભાઈ મકવાણા ચેમ્બર ઓફ કોમર્સ દેલવાડા ના પ્રમુખ મહેશભાઈ સતીકુવર અને મુસ્લિમ સમાજ પંચ ના આગેવાનો સહિત સમગ્ર ગ્રામજનો વતી દેલવાડા રેલ્વે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્તરને દેલવાડા – જુનાગઢ રૂટ પર ચાલતી ટ્રેન રાબેતા મુજબ શરૂ રાખવા માટે આવેદન પત્ર આપ્યું હતું
સ્ટેશન માસ્તરને જણાવ્યુકે દેલવાડા – જુનાગઢ રૂટ પર ચાલતી ટ્રેન દેલવાડા તેમજ આસપાસના ગામડાના મધ્યમ વર્ગીય લોકો માટે ખૂબ જ ફાયદા કારક છે. આ ટ્રેનનો રૂટ બંધ કરવામાં આવશે તો નોકરી – ધંધા, ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગામ જતા વિધાર્થીઓ તેમજ સોમનાથ મંદિર તેમજ જૂનાગઢ જેવા ધાર્મિક સ્થળો પર જતા શ્રદ્ધાળુઓને મુસાફરી કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.આ બાબતે તાત્કાલિક ભાવનગર તેમજ જુનાગઢ રેલ્વે ડીવીઝનલ અધિકારી દ્વારા દેલવાડા જુનાગઢ લોકલ ટ્રેન ના બદલેલા સમય ને રદ કરી તેના જુના સમય અનુસાર ચલાવવા માંગણી કરી છે.
