તાલુકાના ધારા બંદરે પોલીસની કાર્યવાહી જાફરાબાદ મરીન પોલીસનો સપાટો: વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોલેરો વાન ઝડપાઇ

રૂા.9.35 લાખનો દારૂનો જથ્થો, બોલેરો વાહન સહીત કુલ રૂા.12.85 લાખનો મુદ્ામાલ જપ્ત

ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમારે ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબિશનના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જિલ્લામાથી દારૂની બદીને દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, તેમજ સાવરકુંડલા ડીવીઝનના શ/ભ નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાએ સાવરકુંડલા ડીવીઝન વિસ્તારમાં પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ મરીન ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે,જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે ડંકા (લેન્ડીંગ પોઇન્ટ) વિસ્તારમા બોટો દ્વારા દરીયાઇ માર્ગે કોઇ ઇસમો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી લોડીંગ વાહનમાં ભરી હેરાફેરી કરે છે, જે બાતમી આધારે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ટીમ વોચમાં રહી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી વિદેશી દારૂ તથા હેરાફેરીમા વપરાયેલ વાહન સહિતનો મુદ્દામાલ પકડી પાડેલ છે. સફેદ કલરની મહેંદ્રા બોલેરો પીકઅપ વાહન જપ્ત કરાઇ છે.

રિલેટેડ ન્યૂઝ