કેશોદ પોલીસે જામનગર શહેરના ઘરેથી ગુમ થયેલ દશ વર્ષ તથા આઠ વર્ષના બે બાળકો પેટ્રોલીંગ દરમ્યાન મળી આવતા બન્ને બાળકોના પરિવારનો સંપર્ક કરી, પરીવારથી મીલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કર્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. એસ.યુ. દલ તથા પો.સ્ટાફ રાત્રીના આશરે 9 વાગ્યાના અરસામા પેટ્રોલીંગમા હતા, જે દરમ્યાન નાની ઉમરના બે બાળકો વાલી વારસ વગરના મળી આવેલ, જેથી બન્ને બાળકોને પોલિસ સ્ટેશન ખાતે લઈ જઈ, પી.આઈ. પી.એ. જાદવને આ બાબતે જાણ કરતા, પી.આઈ. દ્વારા મળી આવેલ બન્ને બાળકો ભુખ્યા તરસા હોય જેથી બન્ને બાળકોને જમાડ્યા બાદ, બાળકોને પ્રેમભાવથી પુછપરછ કરતા બન્ને બાળકોએ તેઓનુ નામ વીજય ગંગાભાઇ સોલંકી મારવાડી તથા ખોડા માંડાભાઈ માંડાવડા રહે.બન્ને જામનગર દરેડ જી.આઈ.ડી.સી હોવાનુ જણાવેલ, જે બાદ પી.આઈ. દ્વારા જરૂરી સુચના આપી ગુમ થનાર બન્ને બાળકોના માતા પિતાની શોધખોળ કરવા તજવીજ હાથ ધરી હતી.
દરમિયાન ટેકનીકલ તથા હ્યુમન સોર્સ દ્વારા ગુમ થયેલ બન્ને બાળકોની માતાનો મોબાઇલ નંબર મળતા બન્ને બાળકોની માતા સાથે ટેલીફોનીક સમ્પર્ક કરી, જાણ કરવામા આવતા, બન્ને બાળકોની માતા કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, અને પોલીસે જરૂરી પુછપરછ કરતા માતાઓએ જણાવેલ કે, પોતે તથા તેઓના બાળકો ભંગાર (પ્લાસ્ટીક) વીણવાનો ધંધો કરતા હોય, જેથી બન્ને બાળકો વીખુટા પડી ગયેલ અને વાહનોમા આ બન્ને બાળકો બેસી અંહી પંહોચી ગયેલ હતા. બાદમાં કેશોદ પોલીસે બન્ને બાળકોની માતા સવિતાબેન ખોડાભાઈ રહે.દરેડ ગામ તા.જી.જામનગર વાળા સાથે બન્ને બાળકોનુ સુખદ મિલન કરાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે. તે સુત્ર સાર્થક કરેલ છે.
