પાયોનીયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય સંસ્થા દ્વારા મકરસંક્રાંતિના પર્વ અનુસંધાને થયું આયોજન:175 જેટલા કુટુંબને મળ્યો લાભ
પોરબંદરમાં મકરસંક્રાંતિના પર્વ અનુસંધાને 175 પરિવારોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું હતું.સંસ્થાના પ્રમુખ અને જાણીતા સેવાભાવી અગ્રણી પ્રવીણભાઈ ખોરાવાના આર્થિક સહયોગથી શહેરના નબળા વર્ગના પરિવારો પણ ઉત્સાહભેર તહેવાર ઉજવી શકે તેવા ઉમદા આશય સાથે રાશનકીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
દીકરીઓ પ્રત્યે પિતૃવત ભાવ
પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા દ્વારા દર વર્ષે યોજાતા સમુહલગ્નમાં જે દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે,તે તમામ 27 દીકરીઓને આ પ્રસંગે રાશનકીટ અર્પણ કરવામાં આવી હતી. ખોરાવા દંપતી આ દીકરીઓના માતા-પિતા તરીકેની ફરજ નિભાવી દર તહેવારે તેમની સંભાળ લે છે અને ઉપયોગી ભેટ અર્પણ કરે છે.આ ઉપરાંત શહેરના અન્ય 150 જરૂરીયાતમંદ પરિવારોને પણ રાશનકીટ આપી મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિતરણ કાર્યક્રમમાં પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય, પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ્સ અને યુથ પાયોનિયર ક્લબના હોદ્દેદારો જોડાયા હતા.કાર્યક્રમમાંપ્રવીણભાઈ ખોરાવા (પ્રમુખ-પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય),ડો.સુરેશભાઈ ગાંધી,હરજીવનભાઈ કોટિયા,પ્રેમજીભાઈ ખુદાઈ,જયેન્દ્રભાઈ ખુંટી,ઘનશ્યામભાઈ મહેતા,યક્ષ ખોરાવા,અંજલીબેન પોસ્તરિયાઉપરોક્ત તમામ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સેવાકાર્યના મુખ્ય સ્પોન્સર પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા રહ્યા હતા.તેમની આ નિ:સ્વાર્થ સેવાને શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ બિરદાવી હતી.
