પોરબંદરની એન.સી.સી. કેડેટે રાષ્ટ્રીય પેરા ગ્લાઈડિંગ કોર્સમાં ભરી સફળ ઉડાન

માંડવી ખાતે યોજાયેલા નેશનલ પેરા ગ્લાઈડિંગ કોર્સમાં દેશભરના પસંદગી પામેલા કેડેટ્સે લીધો ભાગ
ગોઢાણીયા મહિલા કોલેજ માટે બની ગૌરવની ક્ષણ

પોરબંદરની મહિલા કોલેજની એન.સી.સી. કેડેટે રાષ્ટ્રીય પેરા ગ્લાઈડિંગ કોર્સમાં સફળ ઉડાન ભરી છે.
પોરબંદરની ડો.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજની એન.સી.સી.કેડેટ જલ્પા લાખાણાએ નેશનલ પેરા ગ્લાઈડિંગ કોર્સમાં ભાગ લીધો હતો,માંડવી ખાતે યોજાયેલા નેશનલ પેરા ગ્લાઈડિંગ કોર્સમાં ડો.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થીની તથા એન.સી.સી. કેડેટ જલ્પા લાખાણાએ સફળતાપુર્વક પેરા ગ્લાઈડિંગ કર્યું હતું.આ કોર્સનું આયોજન રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના પસંદગી પામેલા એન.સી.સી.કેડેટ્સે ભાગ લીધો હતો. જલ્પા લાખાણાએ આ કોર્સ દરમિયાન પેરા ગ્લાઈડિંગની તાલીમ મેળવી અને નિર્ધારિત માપદંડો અનુસાર સફળ ઉડાન ભરી, જે કોલેજ, જિલ્લો તેમજ રાજ્ય માટે ગૌરવની બાબત છે.આ સિદ્ધિ દ્વારા તેમણે યુવતીઓ માટે સાહસિક રમતગમત અને એર સ્પોર્ટ્સ ક્ષેત્રમાં નવી પ્રેરણા પુરી પાડી છે.
ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજના ટ્રસ્ટી ડો.વિરમભાઇ ગોઢાણીયા,મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રિન્સિપાલ કેતન ભાઈ શાહ,એન.સી.સી.અધિકારી શાંતિબેન ભુતિયા તથા સમગ્ર સ્ટાફે જલ્પા લાખાણાને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી,કોલેજ દ્વારા આપવામાં આવતી એન.સી.સી. તાલીમ અને માર્ગદર્શનના પરિણામે વિદ્યાર્થિનીઓ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવી રહી છે.આ પ્રસંગે કોલેજ પરિવાર તેમજ સાથી કેડેટ્સમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

રિલેટેડ ન્યૂઝ