વર્ષોથી બંધ પડેલા મકાનો અને અવાવરૂ જગ્યાની સાફસફાઇ માટે કામગીરી કર્યાનું જણાવાયુ
પોરબંદરની નિરમા ફેકટરીના દંગામાં ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વર્ષોથી બંધ પડેલા મકાનો અને અવાવરૂ જગ્યાની સાફસફાઇ માટે કામગીરી કર્યાનું જણાવાયુ હતુ.
પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ નિરમા ગૃપની કંપનીની સામે આવેલ બાલાજી નગર દંગામાં વર્ષોથી 250થી વધુ પરિવારો વસવાટ કરે છે. ત્યાં કંપની દ્વારા ડીમોલીશનની કામગીરી શરૂ થયાની માહિતી મળતા લોકો એકત્ર થઇ ગયા હતા. કંપની દ્વારા કામદારોને મકાન ખાલી કરાવીને ડીમોલીશન થઇ રહ્યુ છે કે કેમ? તેવા સવાલના જવાબમાં એવી માહિતી આપવામાં આવી હતી કે ઘણા લાંબા સમયથી અનેક કવાર્ટરો બંધ હોવાથી જર્જરિત થઇ ગયા હતા. તો ઘણામાં તાળા મારીને લાંબા સમયથી બંધ કરી દેવાયા હતા તે ઉપરાંત આજુબાજુમાં અવાવરૂ વિસ્તાર પણ જોવા મળતો હતો. તેથી કંપની દ્વારા સાફસફાઇના હેતુ સાથે આ કામગીરી થયાનું જણાવાયુ હતુ. ત્યારે ડીમોલીશનની આ કામગીરી ચર્ચાનો વિષય બની હતી.
