પોરબંદરમાં ન્યૂરોસર્જનના અભાવે લોકો ધકેલાઇ રહ્યા છે મોતના મુખમાં

વાહન અકસ્માતનો ભોગ બનેલા ઇજાગ્રસ્તો જામનગર કે રાજકોટ સુધી પહોંચે તે પહેલા ઉડી જાય છે પ્રાણપંખેરૂ

પોરબંદરમાં ન્યૂરોસર્જનના અભાવે લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે કારણકે વાહન અકસ્માતનો ભોગ બનેલા ઇજાગ્રસ્તો જામનગર કે રાજકોટ સુધી પહોંચે તે પહેલા પ્રાણપંખેરુ ઉડી જાય છે તેથી ન્યૂરોસર્જનની નિમણૂંક કરવા માંગ થઇ છે.
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓની મદદ માટે દોડતા રહેતા અગ્રણી જીવનભાઇ જુંગીએ સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે હાલ મેડિકલ કોલેજ બન્યા પછી ઘણી સુવિધા વધી છે. પરંતુ આજ સુધી ન્યુરો સર્જન કે ન્યુરો ફીઝીશ્યન ન હોવાથી પિયુષ લોઢારી નામનો યુવાન અકસ્માત થતા ગંભીર રીતે ઘવાયેલ હતો. ન્યૂરો સર્જનના અભાવે જામનગર રીફર કરતા મૃત્યુ થયેલ છે. કદાચ ન્યૂરો સર્જન ન હોવાથી ઘણા લોકો ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર ન મળતા રાજકોટ કે જામનગર મોકલતા મોડું થતા ગંભીર લોકો બચી શકતા નથી. તાત્કાલિક ન્યૂરોસર્જન નિમણૂંક થાય તે બાબતે અરજી છે. અકસ્માતે ગંભીર ઇજા થતા સાત વર્ષના બાળક ધ્રુવ નામના બાળકનું મૃત્યુ થયેલ છે. ઘણા કિસ્સામાં ગંભીર બીમારીથી દર્દીઓ દાખલ થાય છે. શનિવાર અને રવિવાર તાત્કાલિક લેબોરેટરીમાં રીપોર્ટ કરતા બે દિવસ યોગ્ય સારવાર મળી શકતી નથી તો દરરોજ ઉપરોકત વિષયમાં ધ્યાન આપી નિયમિત લેબોરેટરીની સેવાની આશા રાખું છું.

રિલેટેડ ન્યૂઝ