પોરબંદરમાં ગૌધન માટે પીવાના પાણીની કુંડી મુકવામાં આવી

પોરબંદર શહેરમાં ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ગૌમાતા તેમજ અન્ય પશુધન માટે પાણીની વ્યવસ્થા કરવા માટે એક સરાહનીય સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે,દાતાઓના આર્થિક સહયોગથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની કુંડીઓ મુકવામાં આવી છે.આ સેવાકાર્ય અંતર્ગત ખાખચોક, સન્યાસી આશ્રમ પાછળ, જાહેર પીર પાસે, ધોબી શેરીની બાજુમાં, કુંભારવાડા દરિયાના રોડ પર, મંદિર પાસે, મિલપરા વિસ્તાર, ભાવસિંહજી હોસ્પિટલની અંદર તેમજ જુની કોર્ટ વિસ્તારમાં પાણીની કુંડીઓ સ્થાપિત કરવામાં આવી છે, જેથી ઉનાળાની તીવ્ર ગરમીમાં ગૌમાતા અને પશુધનને પાણી મળી રહે,આ પુણ્યકાર્યમાં રંજનબેન પાંઉ, રમેશભાઈ દવે સહિત અનેક જીવદયા પ્રેમીઓએ ઉત્સાહપુર્વક સેવા સહભાગી બની મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતુ,(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)

રિલેટેડ ન્યૂઝ