પીએમના જન્મદિવસ અનુસંધાને રાજકોટ ભાજપ દ્વારા સેવા પખવાડીયું ઉજવાશે

શહેરની વિવિધ સંસ્થાઓમાં જુદા જુદા સેવા પ્રકલ્પ હાથ ધરાશે

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્ર્વીન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નદૃષ્ટષ્ય એવા નરેન્દ્રભાઈ મોદી આફતને પણ સેવાના અવસરમાં પલટાવવાની ક્ષમતા ધરાવનાર વિરલ પ્રતિભા છે, નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા, સમાજ પ્રત્યેની સંવેદના, ફરજ પ્રત્યેની સભાનતા, વંચિતો પ્રત્યેની સંવેદના, કાર્યકર્તાઓ પ્રત્યે અપાર પ્રેમ, વિચારધારા પ્રત્યે અડગ શ્રધ્ધા અને દેશના દુશ્ર્મનો સામે મજબુત રણટંકાર જેવા ગુણોથી આપણને સતત પ્રેરણા મળે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આવતીકાલે તા.17/9 ના રોજ જન્મદિવસ છે ત્યારે દર વર્ષે ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા પખવાડા સ્વરૂૂપે વિભિન્ન કાર્યક્રમોના માધ્યમથી મનાવવામાં આવે છે અને તેઓના સ્વાસ્થ્ય અને દિધાર્યુની મનોકામના કરવામાં આવે છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ધ્વારા આવતીકાલે તા.17/9ના નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત પસેવા પખવાડાથ હેઠળ વિવિધ સેવાકીય કાર્યોની વણઝાર યોજવામાં આવશે, ત્યારે પસેવા પખવાડાથ ના સંયોજક તરીકે નિલેશભાઈ જલુ, સહસંયોજક તરીકે અશ્ર્વિનભાઈ ભોરણીયા, પ્રવિણભાઈ ઠુંમર, મયુરભાઈ ભમ્મર જવાબદારી સંભાળી રહયા છે ત્યારે આવતીકાલે તા.17/9ના મંગળવારે શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ રાજુભાઈ દલવાણીની આગેવાનીમાં પદ્યકુંવરબા હોસ્પિટલ, ગુંદાવાડી ખાતે સવારે 11:30 કલાકે ફુટ વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ રતાભાઈ પરમારની આગેવાનીમાં સવારે 12:00 કલાકે એકરંગ સંસ્થાની બાળાઓને ભોજન કરાવવામાં આવશે તેમજ શહેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવાની આગેવાનીમાં સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે બપોરે 12:00 કલાકે વૃધ્ધોને ભોજન કરાવવામાં આવશે તેમજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયાની આગેવાની સ્પેશીયલ બોયઝ ફોર હોમ, જામનગર રોડ ખાતે બાળકોને બપોરે 12.00 કલાકે ભોજન કરાવવામાં આવશે તેમજ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાની આગેવાનીમા મહિલા મોરચા દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઉતમ સ્વાસ્થ્ય અને દિર્ધાયુની મંગલ કામના માટે પંચનાથ મંદિર ખાતે સાંજે 7:00 કલાકે મહાઆરતી કરવામાં આવશે, ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય ખાતેથી કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી જહેમત ઉઠાવી રહયા છે.

રિલેટેડ ન્યૂઝ