તા. 1રથી 1પ ભારત-ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમોનું રોકાણ
માત્ર ભારત જ નહીં દુનિયાના નકશા પર નામ ચમકાવી રહેલા રાજકોટમાં આગામી સપ્તાહથી રાજકીયથી માંડીને ઔદ્યોગિક અને રમત જગતના મહાનુભાવોનો મુકામ શરૂ થવાનો છે. તા. 11મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ 1રમીએ અમિત શાહનો કાર્યક્રમ ગોઠવાય રહ્યો છે. 1રમીએ જ ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમો આવશે અને તા. 1પ સુધી રોકાશે અને ત્યારબાદ તા.ર0મીએ રાષ્ટ્રીય સ્વયં સેવકના વડા મોહન ભાગવત રાજકોટ આવશે આમ આ 9 દિવસ સુધી રાજકોટમાં વીવીઆઇપી ધમધમાટ રહેવાનું નિશ્ર્ચિત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.11મીએ રાજકોટ ખાતે યોજાનારી સૌરાષ્ટ્ર-કચ્છની વાઇબ્રન્ટ સમીટનું ઉદઘાટન કરવાના છે. ઉપરાંત રાજકોટમાં રોડ-શો પણ કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.1રમીએ રાજકોટમાં વાઇબ્રન્ટ સમીટમાં ઉપસ્થિત રહે તેવા સંકેત છે. બંને રાષ્ટ્રીય નેતાઓ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશેે. આ કાર્યક્રમમાં દેશના ટોચના ઉદ્યોગ મહારથીઓ તથા વિદેશી મહેમાનો પણ હાજર રહેવાના છે તે ઉલ્લેખનીય છે.
તા.1રમીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમોનું આગમન થઇ જશે. 11મીએ વડોદરામાં વન-ડે મેચ છે તે પૂર્ણ થયા બાદ બંને ટીમો રોડ માર્ગે જ રાજકોટ આવી જશે. રાજકોટમાં 14મીએ વન-ડે મેચ છે. તે પૂર્ણ થયા બાદ તા.1પમીએ રાજકોટથી રવાના થશે.
તા.11 થી 1પ ભરચક રહ્યા બાદ ફરી વખત ર0મીએ મહાનુભાવોનું આગમન થશે. સંઘ વડા મોહન ભાગવત રાજકોટના મહેમાન બનશે. સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત ચાલી રહેલા પંચપરિવર્તન કાર્યક્રમ અંતર્ગત તેઓ રાજકોટ આવશે. રાજકોટમાં જ રાત્રી રોકાણ કરશે. સૌરાષ્ટ્રભરના પ્રબુધ્ધ નાગરિકો સાથે બે અલગ અલગ મીટીંગ કરે એવી શકયતા દર્શાવવામાં આવી રહી છે. રાજકોટમાં સતત 9 દિવસ સુધી વીવીઆઇપીઓનો મેળાવડો થવાનો હોવાથી એરપોર્ટથી માંડીને શહેરના રાજમાર્ગો પર ટ્રાફિકથી માંડીને સુરક્ષા સુધીની અભુતપૂર્વ તૈયારી કરવામાં આવે તે સ્પષ્ટ છે.
