ગાંધીનગરમાં ફાટી નીકળેલા ટાઇફોડના રોગચાળા બાદ આરોગ્ય વિભાગ એકશનમાં: 40થી વધારે ધંધાર્થીને ત્યાં ચકાસણી
ગાંધીનગરમાં તાજેતરમાં એક સાથે નોંધાયેલા પાણીજન્ય અને ખોરાકજન્ય ટાઇફોઇડના રોગચાળાએ માથુ ઉંચકતા રાજય સરકાર સીધી હરકતમાં આવી છે. હવે રાજકોટમાં પણ પાણીપુરી જેવા ખોરાકના પાણીના કારણે આવો રોગચાળો ન પ્રસરે તે માટે મહાપાલિકા એકશનમાં આવી ગઇ છે. ગઇકાલથી અલગ અલગ વિસ્તારમાં પાણીપુરીના લારીવાળા અને દુકાનદારોને ત્યાં આરોગ્ય વિભાગે મેગા ડ્રાઇવ શરૂ કરી છે જેમાં 40થી વધુ ધંધાર્થીને ત્યાં તપાસ કરીને 10 જગ્યાએથી અખાદ્ય અને વાસી પાણી, બટેટા સહિત 7ર કિલો સામગ્રીનો નાશ કરી દેવાયો છે.
ફૂડ વિભાગ દ્વારા રોગચાળાની ચિંતાને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં પાણીપૂરીનું વેચાણ કરતાં કુલ 40 ધંધાર્થિઓને ત્યાં ચકાસણી કરાઇ હતી. જેમાં 10 જગ્યાએથી આરોગ્ય અને નુકસાનકારક માલ મળી આવતા તેનો નાશ કરી ધંધાર્થીઓને લાયસન્સ માટે સૂચના આપી હતી. જોકે રાજકોટમાં રસ્તા પર પાણીપુરીનો મોટો ધંધો છે. આથી ફુડ એકટ મુજબ કામગીરીના બદલે શંકાસ્પદ માલનો નાશ કરવા જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ફૂડ વિભાગે કરેલા ચેકીંગમાં સાધુ વાસવાણી રોડ પર આવેલ (1)ક્રિષ્ના મારવાડી પાણીપુરીમાંથી 10 કિલો વાસી અખાદ્ય બાફેલા બટેટા, (2)ગાયત્રી પાણીપુરીમાંથી 4 કિલો વાસી અખાદ્ય બાફેલા બટેટા, (3)શ્રીદેવ પાણીપુરીમાંથી 2 કિલો વાસી બાફેલા બટેટા, (4)બાલાજી પાણીપુરીમાંથી 2 કિલો વાસી બાફેલા બટેટાનો નાશ કરાયો હતો જયારે (5)અનમોલ અમદાવાદ પાણીપુરી (ભિલવાસ મેઇન રોડ)માં 2 કિલો વાસી બાફેલા બટેટા, (6)ક્રિષ્ના પાણીપુરી (ગોંડલ રોડ, સમૃદ્ધિ ભવન સામે)માં 5 લિટર વાસી મીઠું પાણી, (7)હર્ષિતભાઈ કોલ્ડ પાણીપુરી (લક્ષ્મીવાડી મેઇન રોડ, પુલ પાસે)ને ત્યાં 12 લિટર વાસી ફ્લેવર્ડ પાણી, (8)ભોલેનાથ પાણીપુરી (80 ફૂટ રોડ, શેઠ હાઈસ્કૂલ સામે)માં 3 કિલો વાસી બાફેલા બટેટા તથા 8 લિટર વાસી મીઠા પાણી, (9)શિવાભાઈ પાણીપુરી વાળા(બોલબાલા માર્ગ, ગીતાંજલી સોસા. પાસે) ખાતે 20 લિટર વાસી મીઠું તથા ફ્લેવર્ડ પાણી અને (10)જય બાલાજી પાણીપુરી(બોલબાલા માર્ગ, વાલકેશ્વર સોસા. પાસે) ખાતે 4 કિલો વાસી બાફેલા બટેટા મળી કુલ 7ર કિલો/લીટર માલ ફેંકી દેવાયો હતો. જયારે આ તમામ ધંધાર્થીઓને લાયસન્સ માટે પણ નોટીસ આપવામાં આવી છે.
શહેરના ઢેબર રોડ, પેલેસ રોડ, ગીતામંદિર રોડ, મીલપરા, બોલબાલા માર્ગ, 80 ફુટ રોડ, ગોંડલ રોડ, અંબાજી કડવા રોડ, કૃષ્ણનગર, જયંત કેજી રોડ, માલવીયા ચોક, લીમડા ચોક, મોટી ટાંકી, રૈયા રોડ, બ્રહ્મસમાજ, સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક, પંચાયત ચોક, ઇન્દીરા ચોક, રેસકોર્સ મેદાન, કુવાડવા રોડ ઉપર ચેકીંગ ડ્રાઇવ કરવામાં આવી હતી. જયાં ચેકીંગ થયું તે ધંધાર્થીઓમાં (11)રાજા પાણીપુરી (12)રાધાક્રિષ્ના પાણીપુરી (13)ગણેશ પાણિપુરી (14)મહાકાળી પાણીપુરી (15)રાધેશ્યામ દિલ્લી ચાટ પાણીપુરી (16)વિષ્ણુ પાણીપુરી (17)વિશાલ પાણીપુરી (18)અનિલ પાણીપુરી (19) શ્યામ પાણીપુરી (20)રાધિકા પાણીપુરી (21)અમનભાઈ કી પાણીપુરી (22)ક્રિષ્ના પાણીપુરી સેન્ટર (23)બાલાજી પાણીપુરી ભેળ સેન્ટર (24)ખોડિયાર પાણીપુરી (25)ડી. જે. પાણીપુરી (26)બોમ્બે સ્ટાઈલ ભેળ (27)રોશની પાણીપુરી (28)કનૈયા પાણીપુરી (29)શંકર પાણીપુરી (30)શંકર પાણીપુરી (31)ગાયત્રી પાણીપુરી (32)ભોલેનાથ પાણીપુરી (33)ધર્મેન્દ્ર પાણીપુરી (34)બોમ્બે સ્ટાઈલ પાણીપુરી (35)શ્રી ગણેશ પાણીપુરી (36)ગોલ ગપ્પે પાણીપુરી (37)ક્રિષ્ના પાણીપુરી (38)લક્ષ્મી પાણીપુરી (39)બાલાજી પાણીપુરી (40)ભેરુનાથ પાણીપુરીનો સમાવેશ થાય છે.
આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે, પાણીપુરીના પાણીની તમામ વિસ્તારમાં ચકાસણી ચાલુ ેછે. દુધની બનાવટો અને મીનરલ વોટર સહિતના પાણી અંગે ચકાસણી ચાલુ છે. રાજકોટમાં બે દિવસથી પાણીના બેકટોરીયોજીકલ પરીક્ષણ ચાલુ છે અને આજે પણ સેમ્પલ લેવાઇ રહ્યા છે.
ચીકીના નમુના
પ0 ફુટ રોડ, પ-પરસાણા સોસા.માં આવેલ શ્રી રામ ફુડમાંથી તલ અને મગફળીની ચીકી, ભકિતનગર રેલ્વે સ્ટેશન ચોકમાં કનેરીયા એન્જીનીયરીંગ વર્કસમાંથી કાળા તલ અને મિકસ ડ્રાયફ્રુટ ચીકીના સેમ્પલ લઇને લેબમાં મોકલવામાં આવ્યા છે.
