પ્રદેશ ભાજપ વડાને ધારાસભ્ય કાનગડે જનસેવાનું સરવૈયું પુસ્તક અર્પણ કર્યુ

ધારાસભ્ય ઉદય કાનગડએ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માને ધારાસભ્ય તરીકેના પ્રથમ ત્રણ વર્ષના સેવાભર્યા કાર્યકાળનો સચિત્ર અહેવાલ રજૂ કરતું ‘જનસેવા નું સરવૈયું’ પુસ્તક અર્પણ કર્યું હતું.આ પુસ્તકમાં જનહિતલક્ષી વિકાસ કાર્યો, લોકસંપર્ક, સેવા પ્રવૃત્તિઓ તથા વિધાનસભા ક્ષેત્રમાં થયેલા વિવિધ સિદ્ધિઓને ચિત્રો સાથે સંકલિત કરવામાં આવ્યા છે. જગદીશભાઇ વિશ્વકર્માએ પુસ્તકનું અવલોકન કરી જનસેવા પ્રત્યેના પ્રયાસોને બિરદાવ્યા અને ભવિષ્યમાં વધુ ઊર્જા સાથે કાર્ય કરવાની શુભકામનાઓ પાઠવી.

રિલેટેડ ન્યૂઝ