ભારત સરકારની નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ (ગઅઝજ) તથા ગુજરાત રાજ્ય સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના (ખઅઢ) અંતર્ગત કમિશનર શ્રી, ટેકનિકલ શિક્ષણ કચેરી, ગાંધીનગર હેઠળની સરકારી કોલેજોમાં વિવિધ કામગીરી માટે યોગ્ય ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત સરકારી ઇજનેરી કોલેજ, રાજકોટ (કણકોટ) ખાતે(સિવિલ ઇજનેરી, કોમ્પ્યુટર ઇજનેરી, ઇલેક્ટ્રિકલ ઇજનેરી, મિકેનિકલ ઇજનેરી તેમજ લાઇબ્રેરી સાયન્સ જેવા વિભાગોમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામનાર એપ્રેન્ટિસને સરકારના નિયમો અનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. એપ્રેન્ટિસશીપ માટે તા.20-2 સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. એપ્રેન્ટિસશીપ સંબંધિત સંપૂર્ણ માહિતી જેમ કે પ્રક્રિયા, નિયમો, લાયકાત તથા રજીસ્ટ્રેશન અંગેની વિગતો સંસ્થાની અધિકૃત વેબસાઈટ ૂૂૂ.લયભફિષસજ્ઞિ.ંફભ.શક્ષ પર ઉપલબ્ધ છે. આ પ્રક્રિયા અંગે કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે ઉમેદવારો ઈ-મેલ ફાાયિક્ષશિંભયલયભફિષસજ્ઞિ.ંફભ.શક્ષ અથવા મોબાઈલ નં. 9428348194 ઉપર સંપર્ક કરવો.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટમાં પ્રતિબંધીત સફેદ એલઈડીવાળા 35 વાહનો ઝડપાયા
આરટીઓ દ્વારા રૂા. 2 લાખના દંડની વસુલાત કરાઈ તાજેતરમાં જ રાજયનાં વાહન વ્યવહાર વિભાગે હાઈ-વે અને... -
રાજકોટ જિલ્લા ક્રાઇમ ડાયરી
માતા-પુત્રી પાસે નાણાની ઉઘરાણી કરી આપી ધમકી નાણાવટી ચોક પાસે પવન બંગલો સોસાયટીમાં રહેતી કૃપાબા ગંભીરદાન... -
રાજકોટ જિલ્લા ભાજપનું સંગઠન માળખુ જાહેર 21 હોદેદારોની વરણી ત્રણેય મહામંત્રી રીપીટ
રાજકોટ જિલ્લા ભાજપના સંગઠન માળખાની છેવટે નિયુક્તિ જાહેર કરવામાં આવી છે. પ્રમુખ બદલવાની અટકળો પર પૂર્ણવિરામ...
