મંડળીમાં રોકાણ કરાવી કરોડોની છેતરપીંડી પ્રદિપ ડવેરાની ધરપકડ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રપરના લોકોના કરોડો રૂપિયા ઓળવી જનાર આશીપ ક્રેડીટ કો. ઓપરેટીવ તથા સય ટ્રેડીંગનો સંચાલક પ્રદિપ ડવેરાને રૂરલ એલસીબીની ટીમે પુનાથી પકડી પાડયો હતો. ગઈ તા.07 ના ગોંડલ કોર્ટમાં તારીખમાં હાજર રહ્યા બાદ ભરૂડી પાસેથી પોલીસ જામામાંથી કારમાં નાસી છૂટયો હતો. જ્યારે મદદગારી કરનાર સગા ભાઈ સંદીપની શોધખોળ હાથ ધરાઈ છે. ગઈ તા.07 ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કેદી પ્રદિપ ખોડા ડાવેરાની ગોંડલ કોર્ટના ત્રણ નેગોશીયેબલના કેસમાં મુદત હોય જેથી કેદીને ગોંડલ કોર્ટમા મુદ્દતે લઈ જવા હથીયારી ગાર્ડ સાથે રાજકોટ ગ્રામ્ય મવડી પોલીસ હેડ ક્વાર્ટથી હથીયારી ગાર્ડ ફાળવેલ હતાં. જે મુદ્દત પુરી થયા બાદ મુદ્દતેથી પરત ફરતા સમયે રસ્તામા ભરડી ટોલનાકા પાસે આવેલ રામાપણી હોટલ ખાતે જમવા રોકાયેલ તે વખતે કેદી પ્રદીપ ડવેરાને તેનો ભાઈ સંદીપ ત્યા મળેલ અને તે વગરની દરમ્યાન ત્યા હાજર નંબર પ્લેટ સ્વીફટ કારમાં કેટી પ્રદીપ ડાવેરા બેસી જતા તે કારનો ચાલક સ્વીફ્ટ કારમાં કેદી પ્રદિપ ડાવેરાને ભગાડીને જતો રહેલ હતો. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર.આર.સોલંકી સરકાર તરફે ફરીયાદ પરથી આરોપીઓ વિરૂધ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં તા.07/02/2026 ના ગુનો દાખલ થયેલ હતો. જે બાદ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગુન્હાની ગંભીરતા તથા આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ ધ્યાને લઇ નાગરીકો સાથે છેતરપીંડી કરનાર અને રોકાણકારોની કરોડોની મુડી ડુબાડી પોલીસ જામામાંથી ફરાર થઈ જનાર આરોપીને તુરંત પકડી પાડવા આપેલ સુચનાથી એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહિલ, પી.ગોહિલ, કે.એમ. ચાવડા અને આર.વી. ભીમાણી તથા પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ પી.એન ભરવાડ અલગ અલગ ટીમ દ્વારા આરોપી જે દિશામાં નાથી ગયેલ તે દિશામાં અસંખ્ય સી.બી.ટી.વી. કુટેજ ચેક કરી તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપીની તપાસમા હતા તે દરમ્યાન આરોપીને મહારાષ્ટ્રના પુના ખાતેથી શોધી પકડી પાડી આગળની કાર્યવાહી માટે ગોંડલ તાલુકા પોલીસને સોંપી આપેલ છ.
પ્રદિપ ડવેરા સામે નેગોશિયેબલના 112 કેસ કોર્ટમાં દાખલ
જાવએ સ26 હતો. આ કેદી જામામાંથી ફરાર થયેલ આરોપી પ્રદિપ ખોડા ડાવેરા રાજકોટ શહેરમા વર્ષ 2017 થી આશીષ ક્રેડીટ કો. ઓપરેટીવ તથા સમય ટ્રેડીંગ નામથી સહકારી મંડળી ચલાવતો હોય અને આ મંડળીમાં રોકાણ કરવા અને તે રોકાણ ઉપર મસ મોટુ વળતર આપવાની લાલચ આપી સામાન્ય નાગરીકોને લલચાવી સામાન્ય નાગરીકો દ્વારા આરોપીની મંડળીમાં કરવામાં આવેલ કરોડોની રકમ પુર્વ આયોજીત કાવતરૂ રચી ઓળવી જઈ રાજકોટ શહેર, જુનાગઢ, ગોંડલ, ઓખા તથા વાંકાનેર વિસ્તારના રોકાણકારો સાથે છેતરપીડી અને વિશ્વાસઘાત કરેલ આરોપી વિરૂધ્ધ વિરૂધ્ધ ય યુનિવર્સીટી પોલીસ મથક અને પ્ર. નગર, જામનગર બી. ડીવીઝનમાં જી.પી.આઈ.ડી. એકટ મુજબ છેતરપીંડી અંગેના કુલ-04 ગુન્હાઓ નોંધાયેલ અને તેની પેઢીમા રોકાણ કરનાર રોકાણકારો દ્રારા મજકુર વિરૂધ્ધ જામનગર કોર્ટમાં નેગોશીયેબલના કેસ-20, રાજકોટ કોર્ટમા નેગોશીયેબલના કેસ-10, ગોંડલ કોર્ટમા નેગોશીયેબલના કેસ-04, વાંકાનેર કોર્ટમાં નેગોશીયેબલના કેસ-20, ઓખા કોર્ટમા નેગોશીયેબલના કેસ-01, જુનાગઢ કોર્ટમા નેગોશીયેબલના કેસ-02 મળી નેગોશીયેબલના કુલ-112 કેસ દાખલ થયેલ છે.
