રાજકોટ જિલ્લા ક્રાઇમ ડાયરી

બે જુગારના દરોડામાં 13 શખ્સો ઝડપાયા
રામનાથપરામાં જુગાર રમતા છ મહિલા સહિત સાત શખ્સોને એ.ડિવિઝન પોલીસે પકડી રૂ.13,460ની રોકડ સાથે અને આજીડેમ પોલીસે લોઠડા ગામે જુગાર રમતા છ શખસોને રૂ.16,530 ની રોકડ સાથે પકડી પાડી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત મુજબ, એ ડિવિઝનની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન રામનાથ પરા ખોડીયાર માના મંદિરની સામેની શેરીમાં પહોંચતા જુગાર રમતા જ્યોતિબેન દિલીપકુમાર ભટ્ટ (રહે રામાપીર ચોકડી), કંચનબેન દામજીભાઈ બ્રાહમા, ભારતીબેન વિજયભાઈ બારૈયા(બન્ને રહે રામનાથ પરા), ગીતાબા રવિગિરી ગોસ્વામી(રહે જામનગર રોડ), સપનાબેન સાગરભાઇ પરમાર(રહે રામનાથ પરા), નૂરજહાબેન અનવરભાઈ સુરૈયા(રહે ઘાંચીવાડ), હિતેશ જયંતીલાલ જાદવ(રહે રૈયાધાર)ને પકડી પાડ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.13,460ની રોકડ કબજે કરી હતી. બીજા દરોડામાં આજી ડેમ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, લોઠડા ગામે ચરમાળીયા દાદાના મંદિર પાસે જાહેરમાં અમુક શખસો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા જુગાર રમતા મહેશ રઘુભાઈ બાવળીયા, વેલજી ભલાભાઇ સોમાણી(બને રહે લોઠડા ગામ), બાઘુભા મૂળરાજસિંહ ગોહિલ(રહે પડલવા ગામ કોટડા સાંગાણી), અજય જેરામભાઈ મેણીયા (રહે લોઠડા ગામ), કલ્પેશ પ્રવીણભાઈ સાઈજા (રહે સરધાર), માવજી વાલજીભાઈ વાઘેલા (રહે લોઠડા ગામ) ને પકડી પાડી પોલીસે પટમાંથી રૂ. 16530 રોકડ કબજે કરી હતી.
1.75 લાખના માલમતાની ચોરી
રંગોલી પાર્ક હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરના પાર્કિંગમાંથી રૂ.1.75 લાખની મતાની ચોરી થતા તાલુકા પોલીસે એક શખ્સને સકંજામાં લઈ મુદામાલ રિકવર કરવાં તજવીજ આદરી હતી. બનાવ અંગે કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે રંગોલી પાર્ક હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતાં હિરેનભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મેનકાઈન્ડ ફાર્મા કંપનીમા મેડિકલ રીપ્રેસન્ટેટીવ તરીકે ત્રણ વર્ષથી નોકરી કરે છે. તેઓ પત્ની રેશ્મા સાથે રહે છે. ગઈ તા.05 ના ઘરનો સામાન હાલના સરનામે રંગોલી પાર્ક ખાતે ટ્રાન્સફર કરવાનો હોય સાંજના આશરે ચાર વાગ્યે ઘરનો સામાન સીતાજી ટાઉનશીપથી રંગોલી પાર્ક ખાતે બોલેરોમા લાવી રંગોલી પાર્કના પાર્કીંગમા રાખેલ હતો. આ સામાન રંગોલી પાર્કના તેરમા માળે ફ્લેટમા લઈ ગયેલ હતા. સામાન ઘરમા ગોઠવતા હોય ત્યારે પત્ની રેશ્માએ કહેલ કે, મારા પર્સ મને મળતા નથી. જેથી ઘરનો સામાન ફરીવાર ચેક કરતા આ સામાનમાં મારી પત્નીના બે પર્સ મળી આવેલ નહી, આ પર્સ જેમા પત્ની રેશમાની લેડીઝ વિંટી નંગ-03 અને જેન્ટસ વિંટી નંગ-01, એક સોનાનો દાણાવાળી ડીઝાઈનનો પેંડલ સાથેનો ચેન અને રોકડ રકમ રૂ.5 હજાર મળી કુલ રૂ.1.75 લાખનો મુદામાલ કોઈ અજાણ્યો શખ્સ તેઓ સામાન ફેરવતા હોય ત્યારે સામાન નીચે પાકીંગમા હોય તે દરમ્યાન ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે એક આરોપીને સકંજામાં લઈ મુદામાલ રિકવર કરવાં તજવીજ આદરી હતી.
રાજકોટ સિવિલમાં બેભાન હાલતમાં મોત
રાજકોટ સિવિલમાં બેભાન હાલતમાં બે મોત નોંધાયા હતા. જેમાં જમનાબેન ગીગાભાઈ વાડોદરા (ઉંમર વર્ષ 59, ગંજીવાડા શેરી નંબર 14,ભાવનગર રોડ, રાજકોટ) ગઈકાલે રાત્રે 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે બેભાન થઈ જતા રાજકોટ સિવિલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવમાં રાજેશભાઈ માંગીરામભાઈ શર્મા (ઉંમર વર્ષ 55, જય શ્રી રામ પાર્ક, સેટેલાઈટ ચોક મોરબી રોડ રાજકોટ) ગઈકાલે સાંજે વાગ્યાં આસપાસ સાત હનુમાન પાસે રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં આર આર ટ્રાન્સપોર્ટમાં હતા ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા હતા. સિવિલમાં લાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.
ખીજડિયાના વૃદ્ધનો આપઘાત
ખીજડીયાના વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. બાબુભાઈ સાવલીયા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બાબુભાઈ મોહનભાઈ સવાલીયા (ઉંમર વર્ષ 63, રહે. ખીજડીયા, તા. કાલાવડ)એ ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમને તત્કાલ સારવાર અર્થે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમનું મોત નીપજ્યું હતું. કે મૃતક બાબુભાઈ ચાર ભાઈ અને એક બહેનમાં બીજા નંબરના હતા. તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ક્યાં કારણોસર તેમણે આ પગલું ભર્યું એ સ્પષ્ટ ન થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અકસ્માતમાં ઘવાયેલા યુવકે દમ તોડ્યો
વીરપુર નજીક ઉમરાળી પાસે બાઈક સ્લીપ થતા ઘવાયેલા રાજકોટના હિરેનભાઈ ખાંટનું સારવારમાં મોત નીપજ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર, હિરેનભાઈ પ્રવીણભાઈ ખાંટ (ઉંમર વર્ષ 41, રહે.સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, નાના મોવા સર્કલ, રાજકોટ) ગઈ તા.22 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યાં આસપાસ પોતે ઉમરાળી ગામ પાસે બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતા માથે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી. તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા અને પછી ઘરેથી સારવાર ચાલુ હતી. દરમ્યાન આજે તબિયત બગડતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. પરિવારે જણાવ્યું કે, હિરેનભાઈ સ્કૂલ બસ ચલાવતા હતા. તેઓ ધોરાજી કામસર ગયા હતા અને ત્યાંથી પરત રાજકોટ આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. હિરેન ભાઈ ને બે સંતાન છે સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.
વ્યાજખોરના ત્રાસે યુવકનો આપઘાતનો પ્રયાસ
વ્યાજખોરોના ત્રાસથી પોપટપરાના રીક્ષા ચાલક આસિફ જેડાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ શહેરમાં વ્યાજખોરોે બેફામ બન્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવતા અરેરાટી વ્યક્તિ આપી ગઈ છે. આ બનાવ અંગે પરિવારજનો પાસેથી મળેલી વિગત મુજબ, આસિફ હુસેનભાઈ જેડા (ઉંમર વર્ષ 34, રહે. પોપટપરા 2/10 ખૂણો) આજે સવારે આઠ વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમને તુરંત જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તે સારવાર હેઠળ છે. પરિવાર જણાવ્યું કે આસિફ ઓટોરિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં છ મહિનાની એક દીકરી છે. પોતે ત્રણ ભાઈમાં નાનો છે. આજે સવારે તેની પત્નીને ઘર પાસે આવેલી દુકાને ગાંઠીયા લેવા માટે મોકલી હતી અને પાછળથી પોતે રસોડામાં પતરાના લોખંડના એંગલ માં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ ગયો હતો. પત્નીએ પરત આવીને જોયું તો પતિ ગળાફસો ખાધેલી હાલતમાં ટીંગાતો હતો. પત્નીએ તુરંત જ છરી વડે ચુંદડી કાપી નાખી હતી અને આસપાસ થી અન્ય લોકોને બોલાવતા 108 મારફત આશિકને તુરંત જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્ર.નગર પોલીસને જાણ થતા આસિફ નું નિવેદન લેવા માટે તજવીજ કરી હતી. હાલના તબક્કે એવું જાણવા મળે છે કે, આફતાબ સહિતના વ્યક્તિ પાસેથી રૂ.15 થી 20 હજાર લીધા હતા. જેનું મોટુ વ્યાજે લઈ, દોઢ લાખ બાકી હોવાનું કહીં ઉઘરાણી કરતા હતા. પોલીસે હકીકત તપાસવા માટે વધુ તજવીજ હાથ ધરી હતી.
યુવતિના મોબાઈલની ચીલઝડપ
કોઠારીયા રોડ પર શુભ મંગલપાર્કમાં સવારે નોકરીએ જતી યુવતીના હાથમાંથી બાઈક પર આવેલ અજાણ્યા શખસે રૂ.7 હજારના મોબાઈલ ફોનની ચીલઝડપ કરી નાસી ગયેલા શખ્સને આજીડેમ પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી મોબાઈલ રિકવર કર્યો હતો. બનાવ અંગે શુમંગલ પાર્ક શેરી નંબર 4, કોઠારીયા મેઇન રોડ ખાતે રહેતા રચનાબેન રામજીભાઈ ડોલરીયા(ઉં.વ. 21) એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ટાઇટન ઘડિયાળના ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં નોકરી કરે છે. ગત તા.06 ના રોજ સવારે સાડા નવ વાગ્યા આસપાસ ઘરેથી ચાલીને નોકરીએ જતી હતી ત્યારે શેરીની બહાર પહોંચતા પાછળથી મોટરસાયકલ પર અજાણ્યા શખસે આવીને હાથમાંથી રૂ.7 હજારની કિંમતનો મોબાઇલ આંચકી લીધો હતો. બાઈકની પાછળ દોટ મુકતા ચાલકે ઝડપથી બાઈક ચલાવી નાસી ગયો હતો. ઘરે આવી માતા કૈલાસબેનને બનાવની જાણ કરતા આ અંગે આસપાસ તપાસ કરી હતી. ચાલક અંગે કોઈ માહિતી ન મળતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા જોઈ આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન.પટેલની રાહબરીમાં પીએસઆઇ એસ.વી.ગોહિલ અને ટીમે તપાસ આદરતા સાથેના કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ જાડેજા હરપાલસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાને મળેલ સંયુક્ત બાતમીના આધારે કોઠારીયા રોડ રણુજા મંદીરની સામે લાપાસરી ગામ જતા જાહેર રોડ ઉપરથી આરોપીધર્મેશ દરશરથ પરમાર (ઉ.વ.31, રહે. નવલનગર શેરી નં.9/18 કોર્નર બંધ શેરી, મવડી રોડ) ને ચિલઝડપ કરેલ મોબાઇલ ફોન સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ